Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધુ 11 દર્દીઓનો ઉમેરો: વધુ એક વધુ એક દર્દીનું મોત

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધુ 11 દર્દીઓનો ઉમેરો: વધુ એક વધુ એક દર્દીનું મોત

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.23

દાહોદ જિલ્લામાં આજરોજ rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી 11 નવા દર્દીઓનો સમાવેશ થવા પામ્યો છે.આજના નોંધાયેલા નવા દર્દીઓના વધારા સાથે કોરોનાનો આંક 1040 પર પહોંચ્યો છે.જ્યારે આજે વધુ 22 દર્દીઓ કોરોના મુક્ત થતાં એક્ટિવ કેસોનો કુલ આંક 216 પર પહોંચ્યો છે. જ્યારે વધુ એક દર્દીનું આજ રોજ મોત નિપજવા પામ્યું છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગે rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી કુલ 1043 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી કરવા અર્થે મોકલ્યા હતા.જે પૈકી 1032 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.તેમજ
(1)મેહુલકુમાર દિનેશચંદ્ર વોહનીયા(રહે. લીંબોદરા,લીમખેડા)ઉ.વર્ષ. 42,(2) ગોપાલ કુમાર શાહ(રહે.દોલતગંજ બજાર) ઉંમર 42,(3) પંચાલ મિલનકુમાર પંકજભાઈ(રહે.નવાબજાર ફળીયુ લીમડી) ઉં.વર્ષ 32,(4) પંચાલ પંકજ શાંતિલાલ(રહે.નવાબજાર લીમડી)ઉંમર 58 જ્યારે રેપિડ ટેસ્ટમાં, કિશોરી ગીતાબેન મેહુલભાઈ(રહે.રૂપાખેડા નિશાળફળિયુ,ફતેપુરા) ઉં. વર્ષ 20,(2) પ્રજાપતિ શૈલેષભાઈ પ્રેમચંદભાઈ (રહે.બાલાજી સોસાયટી ફતેપુરા) ઉંમર વર્ષ 35,(3) મોહિતભાઈ અરવિંદભાઈ શેઠ(રહે.પિપલોદ ક્રિષ્ના સોસાયટી દેવગઢ બારીયા)ઉ. વર્ષ.48,(4)રીયા મોહિતભાઈ શેઠ(રહે.પિપલોદ ક્રિષ્ના સોસાયટી દેવગઢ બારીયા)ઉ. વર્ષ.15,(5)સંજયભાઈ મેહુલભાઈ મકવાણા (રહે.શિવ સોસાયટી દેવગઢ બારીયા)ઉ. વર્ષ.37,(6)નિરંજનાબેન મેહુલભાઈ મકવાણા (રહે.પિપલોદ શિવ સોસાયટી દેવગઢ બારીયા)ઉ. વર્ષ.35,(7)કાવ્યાભાઈ સંજયભાઈ મકવાણા (રહે.પિપલોદ શિવ સોસાયટી દેવગઢ બારીયા)ઉ. વર્ષ.09 મળી કુલ 7 કેસોનો ઉમેરો થવા પામ્યો છે.આજના નોંધાયેલા નવા કેસોમાં દાહોદમાં એક,દે.બારીયામાં 5,ફતેપુરામાં 2, લીમડીમાં 2 નો સમાવેશ થવા પામ્યો છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે

error: Content is protected !!