અબ તક 599:ઝાયડસના તબીબ સહીત 30 નવા દર્દીઓના વધારા સાથે એક્ટિવ કેસોનો આંકડો 337 પર પહોંચ્યો:કોરોનાએ પોલિસતંત્રમાં કર્યો પગપેસારો:સીપીઆઇ તેમજ તેમની પત્ની રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા પોલીસબેડામાં ખળભળાટ
દાહોદમાં આજે ઝાયડસ હોસ્પિટલના તબીબ તેમજ રેપિડ ટેસ્ટ મળી કુલ 30 નવા કોરોના દર્દીઓ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જેમાંય દાહોદ શહેરમાં કોરોનાનો આંકડો 450 પર પહોંચવા પામ્યો છે. આજના 30 કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ થતાં દાહોદ જિલ્લામાં કોરોનાએ 599 નો આંકડો પાર કરી દીધો છે જેમાં એક્ટીવ કેસની સંખ્યા 337 અને મૃત્યુઆંક 39 પર પહોંચ્યો છે. આમ, દાહોદમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પ્રકોપ વધવા પામતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
કોરોના કાળમાં એક તરફ રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ હટાવી લોકડાઉનમાં વધુ છૂટછાટ આપી જીમ,સહિતના સંસાધનો શરુ કરવા જાહેરાત કરી દીધી છે.તે સમયે કોરોનાના મારથી દાહોદ જિલ્લાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે.છેલ્લા એક જ સપ્તાહમાં દાહોદ જિલ્લામાં 200 ઉપરાંત કેસોના આંકડા જ કોરોનાની ભયાનકતા દર્શાવે છે.જેના પરિણામ સ્વરૂપ સરકારના અનલોકની સામે શહેર સહીત જિલ્લામાં સ્વંયભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યું છે.આરોગ્ય વિભાગે ગઈકાલે રેપિડ ટેસ્ટ મળી કુલ 205 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 175 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે (૧) પંચાલ કિંજલ મયુરભાઈ (ઉ.વ.૩૦,રહે.વિશ્વકર્મા મંદિરની સામે,દાહોદ), (૨) જયસ્વાલ નિરમલન (ઉ.વ.૭૨, મેઈન બજાર, પીપલોદ), (૩) પટેલ બ્રિજેશ એમ.(ઉ.વ.૩૫, ક્રિષ્ણા સોસાયટી,પીપલોદ), (૪) ભરવાડ કલ્પેશ જે.(ઉ.વ.૩૦, ભરવાડ ફળિયું,પંચેલા), (૫) મનોરમાબેન પ્રવિણચંદ્ર શાહ (ઉ.વ.૬૦,ગુજરાતીવાડ,દાહોદ), (૬) ધર્મેન્દ્રભાઈ શાંતીલાલ લીમડીવાલા (ઉ.વ.૫૦,લક્ષ્મીનગર,દાહોદ), (૭) વિરેન્દ્રસિંહ એચ.લબાના (ઉ.વ.૩૧,ગોવિંદનગર,દાહોદ), (૮) ર્ડા.કલ્પેશભાઈ લબાના (ઉ.વ.૨૫, ઝાયડસ મેડીકલ હોસ્પિટલ,દાહોદ), (૯) સંજયભાઈ મહેન્દ્રભાઈ રામચંદાણી (ઉ.વ.૨૧,ગોવિંદનગર,દાહોદ), (૧૦) ગોપાલભાઈ રમેશચંદ્ર ખંડેલવાલ (ઉ.વ.૪૩, ગોવિંદનગર,દાહોદ), (૧૧) કેવલ ચંદુભાઈ મેસાન (ઉ.વ.૩, કદવાલ, ગામતળ, ઝાલોદ), (૧૨) સ્વાતિ પ્રિતેશકુમાર કોઠારી (ઉ.વ.૪૯,પુષ્ટીનગર,દાહોદ), (૧૩) મઘુકાન્તાબેન મંગળદાસ શાહ (ઉ.વ.૮૪,હરસોલાવાડ,દાહોદ), (૧૪) શાબીરભાઈ હાતીમભાઈ કાયદાવાલા (ઉ.વ.૬૨,ઉકરડી રોડ,દાહોદ), (૧૫) ડામોર સેજલબેન નીરૂભાઈ (ઉ.વ.૧૫, ખરસોડ), (૧૬) મોચી મંજુલા જી.(ઉ.વ.૪૫, ધરમશાળા,દે.બારીઆ), (૧૭) બારીઆ સંગીતાબેન (ઉ.વ.૨૦,ધરમશાળા, દે.બારીઆ) (૧૮) પટેલ વિરેન્દ્રસિંહ (ઉ.વ.૩૬, રાયબારા,લીમખેડા નીશાળ ફળિયુ), (૧૯) કટારા ક્વિન્કલ કે. (ઉ.વ.૩૯,ચીમનભાઈ પાર્ક,દે.બારીઆ), (૨૦) કટારા દિવ્યાંગ (ઉ.વ.૧૫, ચીમનભાઈ પાર્ક,દે.બારીઆ), (૨૧) કટારા ધ્રુતિક (ઉ.વ.૧૦,ચીમનભાઈ પાર્ક,દે.બારીઆ), (૨૨) કટારા જીતેન્દ્ર કે. (ઉ.વ.૨૦, ચીમનભાઈ પાર્ક, દે.બારીઆ) અને (૨૩) પટેલ કિંજલ જે.(ઉ.વ.૩૨, પ્રાયમીર હેલ્થ ભાટીવાડા), તેમજ રેપિડ ટેસ્ટમાં (24)42 વર્ષીય મુર્તુઝા નુરુદ્દીન ભાટિયા,રહે.સુજાઇબાગ (25)40 વર્ષીય ગોવિંદ ભીમસીંગ ડામોર,(26)38 વર્ષીય શારદા ગોવિંદ ડામોર,રહે.ચાકલીયા રોડ (27)43 વર્ષીય મનીષ નવનીતલાલ પંચાલ,મંડાવરોડ (28)34 વર્ષીય મધુ હરેશ કરેણ,રહે.પંકજ સોસાયટી, (29)58 વર્ષીય કોકિલાબેન.એ. ભનસા રહે.મંડાવરોડ, (30)56 વર્ષીય પ્રભાબેન ફતેસિંગ રાઠવા રહે. પટેલ ફળિયું દાહોદ મળી કુલ 30 જેટલાં વધુ પોજીટીવ કેસો નોંધાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારોને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી સૅનેટાઇઝ સહિતની કામગીરી કરવાની તજવીજ હાથ ધરી છે
દાહોદમાં પોલિસ તંત્રમાં પણ કોરોનાનો પગપેસારો:સીપીઆઈ તેમજ તેમની પત્ની રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા પોલીસબેડામાં ખળભળાટ
કોરોના મહામારીના કહેરથી શહેર સહીત જિલ્લાને પોતાના ભરડામાં લીધો છે. ત્યારે આ મહામારીના કારણે દાહોદ શહેરમાં તો પરિસ્થિતિ વધારે વણસતી જોવા મળી રહી છે. તેમાંય કોરોના સંક્રમણે પોલિસતંત્રમાં પગ પેસારો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર દાહોદ ટાઉન પોલિસ મથકમાં આવેલા સીપીઆઇ એચ. પી. કરેણ ગઈકાલે રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા તેઓને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પત્નીનું પણ આજરોજ રેપિડ ટેસ્ટ કરતા તેઓ પણ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. જોકે હાલ બંને પતિ પત્ની સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.