Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થતાં બજારો સ્વૈચ્છિક લોકડાઉન થયા

દાહોદ શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થતાં બજારો સ્વૈચ્છિક લોકડાઉન થયા

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.22

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 65 જેટલાં  કોરોના પોઝિટિવ દર્દીઓ આવતા શહેર સહિત જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આજરોજ દાહોદ શહેરની તમામ નાની દુકાનો સહિત મોટા વેપારીઓ દ્વારા પોતાના રોજગાર ધંધા સવારથી જ બંધ રાખી તેમજ ઘણી દુકાનો ખુલતા પાલિકા તંત્રના ધામ આ દુકાનોમાં પહોંચતા પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા દુકાનો બંધ કરાવી હતી તેમજ ઘણી દુકાનો ને સીલ કરી દેવાની કાર્યવાહી પણ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ નો પ્રકોપ ચરમસીમાએ પહોંચ્યો છે અને દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો થવા પામ્યો છે અને ગઈકાલે તો 39 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થતાની સાથે જ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર આરોગ્ય તંત્ર તેમજ પાલિકા તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે દાહોદ શહેરની વાત કરીએ તો શહેરમાં ધંધા રોજગાર સ્વયંભુ તેમજ પાલિકા તંત્ર દ્વારા બંધ કરાવવાની ફરજ પડી હતી. કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા આરોગ્ય તંત્ર સાથે જાહેર જનતાએ પણ એટલી જ જાગૃત થવાની જરૂર છે જેટલી જવાબદારી વહીવટીતંત્રની બને છે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા એકજૂથ થઇ તંત્રને સાથ અને સહકાર આપવામાં આવે તે અતિ આવશ્યક હાલના સમયની માંગ છે. દાહોદ શહેરના પડાવ વિસ્તાર, એમ.જી.રોડ, સ્ટેશન રોડ જેવા 24 કલાક ધમધમતા આ વિસ્તારોમાં વેપાર-ધંધા સંપૂર્ણપણે આજે બંધ રહ્યા હતા અને તેઓએ પોતાના રોજગાર ધંધા ખોલ્યા હતા તેઓ સામે પાલિકા તંત્રના સત્તાધીશો એ લાલ આંખ કરી તેઓના રોજગાર ધંધા પણ બંધ કરાવ્યા હતા અને સાથે જ કેટલીક દુકાનો ને શીલ પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!