Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા:ઘાણીખુટના કોરોના પોઝિટિવ આવેલા યુવકના પરિવારજનો સુખસર બજારમાં ખુલ્લેઆમ ફરતા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો

ફતેપુરા:ઘાણીખુટના કોરોના પોઝિટિવ આવેલા યુવકના પરિવારજનો સુખસર બજારમાં ખુલ્લેઆમ ફરતા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો

        હિતેશ કલાલ @ સુખસર 

ઘાણીખુટના કોરોના પોઝિટિવ યુવકના પરિવારજનો સુખસર બજારમાં જોવા મળતા લોકોમાં ગભરાટ.બજારમાં ખુલ્લેઆમ ફરતા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો

 સુખસર તા.14

ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના યુવકને કોરોના પોઝિટિવ જાહેર થતાં જ પંથકના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે તેમ જ યુવકના પરિવારજનો ના સભ્યો પણ સુખસર બજારમાં ફરતા હોવાથી પ્રજામાં વધુ ગભરાટ જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનટાઈન કરવા જરૂરી હોવાનું લોકોએ જણાવ્યું હતું.

ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના એક યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે સુખસર બેંક.ઓફ.બરોડા માં ગયા બાદ મામલતદાર કચેરીએ એફિડેવીટ માટે ગયો હોવાની માહિતી મળી હતી જેમાં મામલતદાર કચેરીને સેનેટઆઈસ નો છટકાવ કરવાની કામગીરી કરાઈ હતી જ્યારે  બેંક ઓફ બરોડાની શાખા ને સેનેટાઈઝર કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે જેથી લોકોમાં વધુ ગભરાટ જોવા મળી રહ્યો છે જ્યારે કોરોના પોઝિટિવ યુવકના પરિવારજનો અને આસપાસ રહેતા લોકો પણ સુખસર બજારમાં જાહેરમાં ફરતા હોવાની વાતને લઈને લોકોમાં વધુ ગભરાટ જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!