દીપેશ દોશી @ દાહોદ/ શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા
દાહોદ/ફતેપુરા તા.29
ગુજરાત અને કેન્દ્ર ની ભાજપ સરકાર દ્ધારા કોરોના મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિની ચિંતા કર્યા વગર જાહેર જનતાને ખુલ્લે આમ લુટવાના બદ ઇરાદાથી ડિઝલ અને પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો કરી પ્રજાને લુટવાનુ જે ષડયંત્ર કરેલ છે તે બાબતે ઝાલોદ તેમજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્ધારા ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કરેલ ભાવવધારો પાછો ખેચવામાં આવે તેવી માંગ સાથે શોશ્યલ ડિસ્ટન્સ રાખી મામલતદાર સાહેબ શ્રી ઝાલોદ તેમજ ફતેપુરાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી દ્ધારા જણાવવામાં આવ્યું કે ૨૦૧૪ માં પેટ્રોલમાં એકસાઇઝ ડયુટી ૯.૨૦ અને ડીઝલમાં ૩.૪૬ રુપિયા પ્રતી લિટર હતી.જે ૬ વર્ષની અંદર પેટ્રોલમાં ૨૩.૭૮ પ્રતિ લીટર ૮૫૦% વધારો અને ડીઝલમાં ૨૮.૩૭ .જે ૨૫૮% ભાવ વધારો કરી જનતા પાસેથી અઢાર લાખ કરોડ રુપિયા ખંખેરી લઇ સરકારે કમાણી કરેલ છે.અને હાલ લોકડાઉનના સમયે ૨૪ જુન ના રોજ પ્રતિ બેરલ ૩૨૮૮ રુપિયા ભાવ હતો .જે હિસાબે ૨૦.૬૮ રુપિયા પ્રતિ લિટર પડે તેમ છતા હાલ કેન્દ્ર સરકાર દદ્ધારા ૮૦ રુપિયા ને પાર તોતિંગ ભાવ લેવા માં આવે છે.અને હાલ પેટ્રોલ માં પ્રતી લિટર ૧૦.૮૦ તથા.ડીઝલ માં ૮.૮૭ જેટલો ભાવ વધારો કરવા માં આવેલ છે તે ભાવ વધારો પાછો ખેચવામાં આવે નહીતો જાહેર જનતાની વેદનાને વાચા આપવા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સાથે ઝાલોદ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા રેલી સાથે હજારોની સંખ્યામાં મામલતદાર શ્રી ઝાલોદ તેમજ ફતેપુરાને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી સહિત મોટી સંખ્યામાં કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ફતેપુરા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર રાષ્ટ્રપતિનું ઉદ્દેશીને મામલતદાર મારફતે રજૂ કરવામાં આવ્યું હતું.ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં આવીને મામલતદાર એન આર પારગીને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં તોતિંગ વધારો કરી ચલાવતી ઉઘાડી લૂંટ બંધ કરવા માટેનું આવેદનપત્ર દાહોદના પૂર્વ સંસદ સભ્ય ડો.પ્રભાબેન તાવિયાડ અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.કિશોરભાઈ તાવિયાડ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મંત્રી રઘુભાઈ મછાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.