લીમડીમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ ઓચિંતી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી 40 હજાર ઉપરાંતના દંડની વસુલાત કરી

Editor Dahod Live
1 Min Read

સૌરભ ગેલોત @ લીમડી.

લીમડી તા.27

 ઝાલોદ તાલુકા ના લીમડી ગામે માનનીય જીલ્લા વિકાસ અધીકારી સાહેબ શ્રી રચીત રાજ, માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર. ડી.પહાડીયા સાહેબ,એપેડેમીક મેડીકલ ઓફિસર શ્રી ડો. ડી.એન.પટેલ અને ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ડી.કે.પાન્ડે સાહેબ ના માર્ગદર્શન હેઠળ જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ ધ્વારા સરપ્રાઇઝ ચેકિંગ-રેડ લીમડી શહેર ખાતે કરવામા આવી.જેમા એન.ટી.સી.પી. ટીમ જીલ્લા પંચાયત-દાહોદ, લીમડી તાલુકા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની સંયુકત ટીમ બનાવીને સહિયારા પ્રયાસથી તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કાયદાની અમલવારી અને દંડ વસૂલાત તેમજ જાહેર સ્થળો પર પ્રતિબંધ અને જનજાગૃતિ માટે કામગીરી કરવામાં આવી જે અંતર્ગત COTPA-2003 ની હેઠળ કલમ 6 (અ) કલમ 7 હેઠળ કુલ 107 કેસ નોંધી કુલ રકમ રૂા. 43,750 /- ની દંડનીય કામગીરી કરવામાં આવી…

Share This Article