více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

શ્રદ્ધાબેન રણજીતભાઈ ભુરીયા ઉંમર: 13 વર્ષ રહેઠાણ: ઝરી ખુર્દ, નિશાળ ફળીયા, તા. જી. દાહોદ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

શ્રદ્ધાબેન રણજીતભાઈ ભુરીયા ઉંમર: 13 વર્ષ

રહેઠાણ: ઝરી ખુર્દ, નિશાળ ફળીયા, તા. જી. દાહોદ

દાહોદ તા. ૨૮

ઘટનાનો વિગતવાર વર્ણન : શ્રદ્ધાબેન પોતાની માતા સુમિત્રાબેન સાથે પોતાના મામાના ઘરે સહાડા ગામે જવા માટે નીકળ્યા હતા. માર્ગની યોગ્ય જાણકારી ન હોવાને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને એકલા હાલતમાં કાળી તળાઈ પાસે આવેલ અમદાવાદ-ઇન્દોર હાઈવે રોડ ઉપર ચાલતા જોવા મળ્યા હતા।

આ સમયે ડાયલ 112 જનરક્ષક ટીમ કાળી તળાઈ વિસ્તારમાં ફરજ પર હાજર હતી. ડાયલ 112 જનરક્ષક ટીમમાં PC બહાદુરભાઈ ચુનિયાભાઈ તથા પાયલોટ દિનેશભાઈ પટેલ હાજર હતા. ટીમ દ્વારા રોડ ઉપર એકલી ચાલતી બાળકી ધ્યાનમાં આવતા તેને સુરક્ષિત રીતે અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી।

પૂછપરછ દરમિયાન બાળકી દ્વારા પોતાનું નામ, સરનામું તથા પરિસ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પાયલોટ દિનેશભાઈ પટેલ દ્વારા જાતે કોલર બની કેસને સંભાળી જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી।

આ દરમ્યાન અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ચાઈલ્ડ હેલ્પલાઈન પર પણ માહિતી આપવામાં આવતા, થોડા સમયમાં ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેઓ સાથે સંકલન કરવામાં આવ્યું હતું।

ત્યારબાદ ડાયલ 112 કંટ્રોલ રૂમની મંજૂરી મેળવી, ડાયલ 112 જનરક્ષક PCR વાન દ્વારા સંયુક્ત રીતે બાળકી ને સુરક્ષિત રીતે તેના વાલી-વારસ (માતા-પિતા) સુધી પહોંચાડવામાં આવી હતી। બાળકી સંપૂર્ણ રીતે સુરક્ષિત મળી આવી અને તેને સફળતાપૂર્વક તેના માતા-પિતા પાસે સોંપવામાં આવી હતી। ડાયલ 112 જનરક્ષક ટીમ દ્વારા સતર્કતા, જવાબદારી અને માનવતાભર્યા અભિગમ સાથે ઝડપી કાર્યવાહી કરીને એક બાળકીની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી। બાળકીના પરિવારજનો દ્વારા ડાયલ 112 જનરક્ષક ટીમનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard