Saturday, 23/11/2024
Dark Mode

દાહોદ:ખોરાક અને ઔષધી નિયમન વિભાગ દ્વારા શહેરની ડેરી તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું  

દાહોદ:ખોરાક અને ઔષધી નિયમન વિભાગ દ્વારા શહેરની ડેરી તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું   

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૪

ખોરાક અને ઔષધી નિયમન વિભાગ  ગુજરાત રાજ્ય,ગાંધીનગરના નિર્દેશોનુસાર ટેસ્ટિંગ વાન આજરોજ દાહોદમાં બે દિવસ માટે આવી છે. દાહોદ શહેરમાં આવેલ ૩ ડેરીઓના દુધના 9 નમુનાઓ તેમજ ૧૦ જેટલી ફરસાણ વિગેરેની દુકાનોનું તેલની સ્થળ પર જ ટેસ્ટિંગ વાનમાં જ ચકાસણી કરવામાં આવી હતી.જોકે ટેસ્ટિંગ દરમિયાન તમામ સેમ્પલો પરીક્ષણમાં ખરા ઉતર્યા હતા.જ્યારે આજરોજ દાહોદ ખાતે આ ટીમ દ્વારા ચકાસણી હાથ ધર્યા બાદ આવતીકાલથી જિલ્લાના વિવિધ તાલુકઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરનાર હોવાનુ જાણવા મળ્યું છે.

કોરોના વૈશ્વિક મહામારીને કારણે હાલ દેશ અને દુનિયા ત્રસ્ત છે.ત્યારે આવા સમયે લોકોના આરોગ્યની સુખાકારી માટે ગુજરાતનું ગાંધીનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.આજે ખોરાક અને ઔષધી નિયમન સત્ર ગુજરાત રાજ્ય,ગાંધીનગરની ટીમ દાહોદ જિલ્લામાં આવ્યાના સમાચાર સાથે જ ભેળસેળીયા વેપારીઓ સહિત મીલાવટ દુધની ડેરીઓવાળાઓમાં ફફટાડ ફેલાઈ જવા પામ્યો હતો. આ ટીમે ફૂડ ઇન્સ્પેક્ટર પિંકલ નગરાળાવાળા સહીત સાથે દાહોદ શહેરમાં એન્ટ્રી મારી એવી જ ૩ દુધની ડેરીમાં ધામા નાખ્યા હતા.અને આ દુધની ડેરીઓના દુધના અલગ અલગ નમુનાઓ લઈ ટેસ્ટિંગ વાનમાં જ ચકાસવા માં આવ્યા હતા. બાદમાં આ ટીમે શહેરમાં આવેલ ફરસાણની દુકાનોના તેલના નમુનાઓના સેમ્પલો કલેક્ટ કરી સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી


.આમ,આજે આ ટીમે દાહોદમાં ચકાસણી કામગીરી હાથ ધરી હતી.ત્યારે મળતી માહિતી પ્રમાણે આવતીકાલથી દાહોદ જિલ્લાના બીજા તાલુકાઓ, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ ફરસાઈની દુકાનો સહિત ડેરીઓના દુધ, માલસામાન સહિત ચીજવસ્તુઓ તેમજ તેલ વિગેરે ચકાસણી હાથ ધરનાર છે.

error: Content is protected !!