Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં સીલ કરેલ ચાર દુકાનો પુનઃ કાર્યરત કરાઈ: 8 હજારનો દંડ ફટકાર્યો.

ફતેપુરામાં સીલ કરેલ ચાર દુકાનો પુનઃ કાર્યરત કરાઈ: 8 હજારનો દંડ ફટકાર્યો.

 હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરામાં સીલ કરેલ ચાર દુકાનો પુનઃ કાર્યરત કરાઈ: 8 હજારનો દંડ ફટકાર્યો.

 સુખસર તા.19
ફતેપુરા તાલુકામાં લોક ડાઉન બાદ પણ તમાકુ ગુટખા પાન-મસાલા બેફામ વધારો થઈ રહ્યો છે જેમાં થોડા દિવસ અગાઉ કલેક્ટરની સૂચનાથી ફતેપુરા મામલતદાર દ્વારા ચાર દુકાનો સીલ કરવામાં આવી હતી જનો ગુરુવારે સીલ ખોલવામાં આવ્યું હતું તેમજ 8000 નો દંડ કરવામાં આવ્યો હતો.
 ફતેપુરા તાલુકા સહિત જિલ્લામાં લોક ડાઉન  દરમિયાન તમાકુ બનાવટની ચીજવસ્તુઓમાં કાળાબજારિયાઓએ ભારે ઉત્પાત મચાવ્યો હતો.તેમજ હાલમાં પણ વિમલ પાન મસાલામાં ભાવ વધારો લેવાઇ રહ્યો હોવાની બૂમો સાંભળવા મળી રહી છે.ફતેપુરા નગરમાં કલેકટર સાહેબની સૂચનાથી ચાર દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું.જેમાં પાંચ દિવસ બાદ ગુરૂવારના રોજ મામલતદાર દ્વારા દુકાન દીઠ બે હજારનો દંડ થઈ 8 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.અને સીલ તોડી દુકાનો ફરી કાર્યરત કરાઇ હતી. અને હવેથી ભાવ વધારો ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
 તમાકુ બનાવટ સિવાય અન્ય ચીજવસ્તુઓ પર કાળાબજારી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે:-એન આર પારગી (મામલતદાર ફતેપુરા)
ફતેપુરામાં કાળા બજાર અને ભાવ વધારો કરતા હોય તેવા ચાર દુકાનોને સીલ કરાઇ હતી જેને 8 હજારનો દંડ કરી ને સીલ તોડી ફરીથી કાર્યરત કરાઇ છે. હજુ પણ જો ભાવ વધારો અને કાળાબજાર થતા હોય તો મામલતદાર કચેરીએ જાણ કરવી.
error: Content is protected !!