Wednesday, 12/02/2025
Dark Mode

   ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ પર બાઈક સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત:મોટરસાઇકલ સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયા

   ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ પર બાઈક સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત:મોટરસાઇકલ સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયા

હિતેશ કલાલ @ સુખસર 

બલૈયા ક્રોસિંગમાં બે વાહનો વચ્ચે અકસ્માતમાં બંને ચાલક ગંભીર રીતે ઘાયલ.બે 108 દ્વારા સુખસર અને સંતરામપુર સારવાર અર્થે ખસેડાયા.

સુખસર તા.23.

  ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ ચાર રસ્તા પર શનિવારના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં પૂરઝડપે આવી રહેલા બે બાઇક ચાલકો  વચ્ચે સામસામે અકસ્માત થયો હતો જેમાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બે 108 એમ્બ્યુલન્સ દ્વારા સંતરામપુર અને સુખસર  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ ચાર રસ્તા પર શનિવારના રોજ સાંજના ચાર વાગ્યાના અરસામાં વસઇ ટીંબા ગામ ના મુકેશભાઈ પટેલ અને બચકરીયા ગામ ના વરસીંગભાઇ ડામોર બાઈક લઈને જતા સામસામે અથડાતા અકસ્માત થયો હતો જેમાં બંને ચાલકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને અલગ અલગ સંતરામપુર અને સુખસર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં મુકેશભાઈ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી સંતરામપુર થી ગોધરા રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતની જાણ થતા સુખસર પોલીસ સ્થળ પર જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!