Friday, 21/01/2022
Dark Mode

દાહોદમાં આવેલા દીપડાનું 6 કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ ઝડપાયો:બે મહિલા સહીત 7લોકો દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત

દાહોદમાં આવેલા દીપડાનું 6 કલાકના રેસ્ક્યુ ઑપરેશન બાદ ઝડપાયો:બે મહિલા સહીત 7લોકો દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત

જીગ્નેશ બારીયા @ દાહોદ 

 દાહોદ તા.૨૩

આખરે દાહોદ શહેરમાં ઘુસી આવેલા દિપડાને પાંજરે પુરવામાં સફળતા મળતાં સૌ કોઈએ રાહતનો દમ લીધો છે. આશરે ૬ કલાક કરતાં પણ વધુ ચાલેલા રેશક્યુ ઑપરેશનમાં અનેકવાર દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. ફિલ્મી કથાની જેમ ચઢાવ ઉતારના દ્રશ્યો સાથે આખરે દિપડાને ઝડપી પાડવામાં સફળતા મળી ત્યારે લોકોને હર્ષાેનાદ વાતાવરણ ગજાવી મુક્યું હતુ તો રેશ્કયુ ઓપરેશનમાં જાતરાયેલ ટીમને બિરદાવી હતી. જા કે, સમગ્ર રેશક્યુ ઓપરેશન દરમ્યાન શહેરની ગીચ વસ્તીમાં ઘુસી આવેલા દિપડાએ બે મહિલા સહિ ૭ જેટલા ઈસમોને ઘાયલ કર્યા હતા. જેમાં મુખ્યત્વે દિપડાની સામે બાથ ભીડનાર ઘનશ્મયામ સોલંકીની હિંમતને ઉપસ્થિત  સૌ કોઈએ દાદ અર્પિ હતી. અગ્રવાલ સોસાયટીમાં શરૂ થયેલી રેશ્કયુ ઓપરેશન દાહોદની શશીધન ડે સ્કુલના પટાંગણમાં પુર્ણતા પામ્યું હતુ. લોકટાળો જાઈને વિફરેલા દિપડાને જેર કરવા આમ તો મુશ્કેલ ભર્યુ લાગતુ હતુ પરંતુ જંગલખાતુ, પ્રકૃતિ મિત્ર મંડળ, સંસ્કાર એડવેન્ચર ગ્રૃપ, ગૌરક્ષક સહિત પોલીસ તંત્રની આયોજન પુર્વકની વ્યુહ રચનાને કારણે આખરે દિપડો ઝડપાઈ ગયો હતો. દિપડાને શાંતિથી ઝડપી પાડવા માટે ટ્રેન્યુલાઈઝરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જા કે, ટ્રેન્ક્યુલાઈઝરના બે શોર્ટ નિષ્ફળ ગયા હતા જ્યારે ત્રીજા શોર્ટ નિશાના ઉપર લાગતાં ડે સ્કુલની કેન્ટીનની પાછળ સંતાયેલો આ દિપડો કુદીને ભાગ્યો હતો. આ દરમ્યાન હિંમતભેર વાઈરનેટ નેટ અને રેશ્કયુમા જાતરાયેલા પ્રકૃતિ પ્રેમીઓ તરફ હુમલો કર્યાે હતો. આ દરમ્યાન ઘનશ્યામ સોલંકીએ બાથ ભીડી તેને રોકવાનો પ્રયાસ કરતાં અન્ય સ્વંયવ સેવકો પણ દિપડાની નજીક કુદી પડ્યા હતા.ઘનશ્યામ સોલંકીના હાથને સજડ બચકુ ભરી લીધુ હતુ તો અન્ય ચારને અન્ય નાની મોટી ઈજાઓ થવા પામી હતી પરંતુ આ દરમ્યાન વાયરનેટ અને ગનની આંશિક અસરને કારણે નબળા પડેલો દિપડો ઝડપાઈ જવા પામ્યો હતો. અને આખરે તેને જંગલખાતા દ્વારા લવાયેલા પાંજરે કેદ કરીને અત્રેના રામપુરા જંગલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

કોરોના મહામારીની વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા છે.ત્યારે અને વન્યજીવો ખોરાકની શોધમાં વિચરણ કરતા માનવ વસ્તીધરાવતા વિસ્તારોમાં આવી ચડવાની કેટલાય કિસ્સાઓ ભૂતકાળમાં બનવા પામ્યા છે.ત્યારે અફાટ વનરાજી તેમજ ગાઢ જંગલોથી ઘેરાયેલો એવા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ શહેરમાં પ્રવેશતાની સાથે પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે એક મહિલા પર હુમલો કરી દાહોદના મંડાવરોડ પર સ્થિત અગ્રવાલ સોસાયટીના રહેવાસી કમલેશ અગ્રવાલના ઘરમાં ખોરાકની શોધમાં વિચરણ કરતો આવી ચઢ્યો હતો.જોકે રસ્તામાં એક મહિલા પર હુમલો કરી ઘરના આગણમાં આવી જતા અગ્રવાલ સોસાયટીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જ્યારે ગભરાયેલો દીપડો કારની નીચે છુપાઈ જતા સ્થાનિકોએ વનવિભાગ સહીત પોલિસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.જ્યારે દીપડો ત્યાંથી ભાગી મંડાવરોડ પર આવી વિજય માળીની ફ્રૂટની લારીવાળા પર હુમલો કરી એક મકાનની પાણીની ટાંકી પાસે છુપાઈ જતા ફરી રેસ્ક્યુ હાથ ધરાય તે પહેલા મંડાવ રોડ પર સ્થિત માલીનો ડેલો (તબેલા)માં ઘુસી ગયો હતો.

ત્યારબાદ વનવિભાગ તેમજ પ્રકૃતિ મિત્ર મંડળના સદસ્યોં,સંસ્કાર એડવેન્ચરના તજજ્ઞો ગૌરક્ષકો, પશુ ચીકીત્સકો સહીત જંગલ ખાતાના તજજ્ઞો માનવ વસ્તીમાં ઘુસેલા દીપડાને રેસ્ક્યુ કરવાનાં કામમાં જોતરાયા હતા. ત્યારે ઘટના શટલની આજુબાજુમાં પોલીસતંત્ર દ્વારા કિલ્લ્લે બંધી સર્જવામાં આવી છે. તો જે વિસ્તારમાં દીપડો ભરાયો છે તે વિસ્તારના ધાબા, ગેલેરી તથા ગલીઓના નાકે મોટી સંખ્યામાં કુતુહુલવશ લોકટોળા ઉમટયા હતા ત્યાર બાદ આ દિપડો શશીધન ડે સ્કુલના સ્વીમીંગ પુલની પાસે આવેલ ઝાડ પર ચઢી બેસી ગયો હતો. જંગલખાતાની ટીમ સહિતની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ દિપડાને પાંજરે પુરવાનું રેશ્ક્યુ ઓપરેશન ફરી એકવાર શરૂ કર્યુ હતુ. આ રેશ્ક્યુ ઓપરેશન દરમ્યાન જંગલખાના શુટરે ટ્રેન્ક્યુલાઈઝર ગનથી ફાયર કરતાં બે શોર્ટ ખાલી ગયા હતા અને ત્રીજા શોર્ટ દિપડાને વાગતાં ગભરાયેલો દિપડો શશીધન ડે સ્કુલમાં ભાગવા જતાં આ દરમ્યાન હિંમતભેર વાઈરનેટ નેટ અને રેશ્કયુમા જાતરાયેલા પ્રકૃતિ પ્રેમીઓ તરફ હુમલો કર્યાે હતો. આ દરમ્યાન ઘનશ્યામ સોલંકીએ બાથ ભીડી તેને રોકવાનો પ્રયાસ કરતાં અન્ય સ્વંયવ સેવકો પણ દિપડાની નજીક કુદી પડ્યા હતા. ઘનશ્યામ સોલંકીના હાથને સજડ બચકુ ભરી લીધુ હતુ તો અન્ય ચારને અન્ય નાની મોટી ઈજાઓ થવા પામી હતી પરંતુ આ દરમ્યાન વાયરનેટ અને ગનની આંશિક અસરને કારણે નબળા પડેલો દિપડો ઝડપાઈ જવા પામ્યો હતો. અને આખરે તેને જંગલખાતા દ્વારા લવાયેલા પાંજરે કેદ કરીને અત્રેના રામપુરા જંગલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

વન્ય પ્રાણીઓ નગરમાં આવી ચઢતા લોકટોળા જામ્યા:નાસભાગના દ્રશ્યો સહીતના દ્રશ્યો કેમેરામાં કંડારયા 

સામાન્ય આવા જંગલી પ્રાણીયો શહેરી પ્રજાને પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળતા હોય છે. પરંતુ સતત ધમધમતા દાહોદ શહેરના મંડાવાવ રોડ સ્થિત  અગ્રવાલ સોસાયટીમાં વહેલી સવારે એક દિપડો ઘુસી આવ્યો હોવાની વાતે સ્તબ્ધતા છવાઈ જવા પામી હતી. આવા ભરચક વિસ્તાર અને સોસાયટીમાં દિપડો ક્યાંથી અને કેવી રીતે આવ્યો તેનું અનુમાન કરાયે તે પહેલા જ સમગ્ર શહેરમાં વાયુવેગે વાત ફેલાઈ જતાં શહેર તેમજ આજુબાજુની પ્રજા અગ્રવાલ સોસાયટી નજીક ઉમટી પડી હતી. તો શહેરના પોલીસ તંત્રએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થતીને કાબુમાં લીધી હતી. અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. જંગલખાના લોકો અને અન્ય તજજ્ઞો ત્યા આવી ચઢ્યા હતા. દિપડાને રેશક્યુ કેવી રીતે કરવો તે યોજના બનાવી રહ્યા હતા દરમ્યાન જ એકઠા થયેલા લોકોની ચિચિયારીઓ, બુમાબુમને કારણે મોટર કારની પાછળ લપાઈને બેઠેલો દિપડો અચાનક જ બહાર નીકળ્યો હતો. આદરમ્યાન અફરા તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો ત્યારે મુખ્ય માર્ગની ફ્રુટની લારી નીચે આ દિપડો લપાઈ બેસી ગયો હતો. વિધિની વક્રતાતો જાઈ આ ફ્રુટની લારીવાળો આ ભાઈ મોબાઈલમાં એટલા ગળા ડુબ હતા કે એમની નજીક આવી દિપડો બેઠો તે પણ ફ્રુટવાળાને ખ્યાલ ન આવ્યો. એ તો શાંતિથી મસ્તીથી બેઠો હતો અને દિપડો પણ શાંતિથી બેઠો હતો. લોકોનો અવાજથી એકદમ સફાળે ચોંકી ઉઠેલા ફ્રુટવાળાની નજર એકદમ નીચે પડતાં ક્ષણ પુરતો ધબકારો છુટી ગયો હતો અને ભાગવા જતાં દિપડો પણ ગભરાયો હતો અને તે પણ તેની પાછળ ભાગ્યો હતો. આ દરમ્યાન દિપડાનો પંચો ફ્રુટવાળાને વાગતા સામાન્ય ઈજા થઈ હતી અને લોકટોળાને જાઈ દિપડો સામે આવેલા તબેલામાં ઘુસી ગયો હતો. તબેલામાં ઘુસેલા દિપડાને ટ્રેસ કરીને પછી આયોજન પુર્વકનું રેશક્યુ ઓપરેશન હાથ ધરાયું હતુ.

સ્માર્ટ સીટી અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી દીપડાનું શહેરના ગીચ વિસ્તારમાં  આવવાનું પગેરું શોધવું આસાન 

શહેરના ચારેય દિશામાં અને શહેરના તમામ માર્ગાે ઉપર સ્માર્ટ સીટી અંતર્ગત સીટી કેમેરા લગાવેલા છે અને ચાલુ છે. કેમેરા ચાલુ છે ત્યારે આ દિપડો ત્યારે ક્યાંથી અને કેવી રીતે ઘુસી આવ્યો. તે જાવુ ખાસ અનિવાર્ય થઈ પડ્યું છે. દાહોદ જિલ્લાના ધાનપુર, ચીલાકોટા, જેકોટ વિગેરે સ્થાનો પર તો દિપડો દેખાવો સામાન્ય ઘટના છે પરંતુ દાહોદ શહેરમાં ઘુસી આવવું એ ચિંતા સાથે તપાસનો પણ વિષય છે. હાલ તો પાંજરે પુરાવામાં સફળ રહેલા દિપડાએ વધુ કોઈ નુકસાન કર્યું નથી. પરંતુ મરણીયા બનેલા દિપડાએ ૭ જેટલા લોકોને ઘાટલ કર્યા છે ત્યારે લોકડાઉન દરમ્યાન અભુતપુર્વ રીતે સીસીટીવી થકી સર્વેલન્સ કરતાં તંત્ર દ્વારા આજ ટેકનોલોજીના સહાયથી દિપડો ક્યાંથી અને કેટલા વાગ્યે ઘુસ્યો તે શોધાશે ખરૂં?

દાહોદ જિલ્લાના આસપાસ વિવિધ વિસ્તારોમાં દીપડાઓ આશ્રય સ્થાનો:જિલ્લાના માનવ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વધી રહેલા દીપડાના હુમલાઓ ચિંતાનો વિષય 

અફાટ વનરાજી તેમજ ગીચ જંગલોથી ઘેરાયેલા આદિવાસી બાહુલ્ય ધરાવતા બાહુલ્ય જિલ્લામાં બહોળી સંખ્યામાં દિપડા જેવા વન્ય પ્રાણીઓ બસવાટ કરે છે અને છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને દિપડો જિલ્લામાં અનેક નજરે પણ પડ્યો છે. કોઈકના ઘરમાં, કોઈકના ખેતરમાં, રહેણાંક વિસ્તારોમાં દિપડો ધોળે દિવસે ઘુસી જતાં લોકોમાં હાલ ફફડાટ ફેલાયો છે. લીમખેડા, ચીલાકોટા, ઝાલોદ મોટીઝરી, દેવગઢ બારીઆ, નેલસુર, ગરબાડા જેવા માનવ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ખોરાકની શોધમાં વિચરણ કરતાં આવી ચઢ્યાની ઘટનાઓ નોંધાવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉનના સમયમાં વાતાવરણ શાંત બનતા માનવ વસ્તી ઘરમાં પુરાઈ રહેવા મજબુર છે ત્યારે આવા વન્ય પ્રાણીઓ શહેર તથા ગ્રામીણ વિસ્તારમાં જાણે વિહાર કરવા નીકળી જતાં હોવાની પણ ચર્ચાઓ થવા પામી છે. તાજેતરના વિતેલા એક સપ્તાહમાં દિપડાઓની માનવ વસ્તીમાં ઘુસી જવાની ઘટનાઓની વાત કરીએ તો ગરબાડા તાલુકાના નેલસુર ગામના એક મકાનમાં, લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમાં આવી ચઢેલા દિપડો મકાનની બારીમાં ફસાઈ ગયો હતો તેને પણ રાતભરના રેશક્યુ ઓપરેશન બાદ બહાર કઢાયો હતો ત્યારે આજરોજ દાહોદના અગ્રવાલ સોસાયટીમાં દિપડો આવી ચઢતા લોકોમાં ગભરાટ સાથે સાથે દોડધામોના દ્રશ્યો પણ સર્જાયા હતા.

error: Content is protected !!