Saturday, 22/01/2022
Dark Mode

દાહોદ: લોકડાઉનમાં ફસાયેલા ૧૪૪૫ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓને લઈને એક વિશેષ ટ્રેન ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરાઈ

દાહોદ: લોકડાઉનમાં ફસાયેલા ૧૪૪૫ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓને લઈને એક વિશેષ ટ્રેન ઉત્તર પ્રદેશ ખાતે રવાના કરાઈ

જીગ્નેશ બારીયા,નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૧૫

ગુજરાતમાં તે પોતાના માદરે વતન જવાની માંગણી સંદર્ભે પરપ્રાંતી શ્રમજીવીઓ માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. દાહોદથી ૧૪૪૫ જેટલા શ્રમજીવી લઈને એક વિશેષ ટ્રેન ઉત્તર પ્રદેશ ખાતે જવા રવાના થઈ હતી. શ્રમજીવીઓને વતન લઈ જતી વિશેષ ટ્રેનો ની માહિતી પહેલા આગળ પડીને આપતા તંત્ર દ્વારા હવે કોણ જાણે કેમ મીડિયાને રેલ્વે સ્ટેશન થી દૂર રાખવામાં આવી રહ્યા છે તંત્રની નબળાઈઓ અને રાજકીય ગતિવિધિઓની પોલ ખુલી ન જાય તે માટે કોણ જાણે કેમ ચૂપચાપ શ્રમજીવીઓને મોકલાઈ રહ્યા છે દાહોદ ખાતેથી ગયેલી ટ્રેનમાં એક શ્રમજીવી દીઠ ૫૯૦ રૂપિયાની ટિકિટ જે તે શ્રમજીવી પાસેથી વસૂલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે કોંગ્રેસ-ભાજપ સહિતના રાજકીય પક્ષો ના દાવા પોકળ સાબિત થવા પામ્યા છે વિશેષ ટ્રેન મારફતે માટે વતન લઈ જવાના પરપ્રાંતીય શ્રમજીવીયો ને દાહોદની સેવાભાવી સંસ્થાઓ દ્વારા મફત ભોજન પુરૂંં પડાય છે ત્યારે બીજી તરફ શ્રમજીવી પાસેથી ભાડું વસુલાય છે.

લોકડાઉનના કારણે દાહોદમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના ૧૪૪૫થી વધુ કામદારોને શ્રમિક વિશેષ ટ્રેન દ્વારા આજ ગુરૂવારે સાંજે વિશેષ શ્રમિક ટ્રેનમાં બેસાડીને તેના વતન મોકલવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં આશ્રય લઇ રહેલા શ્રમિકોને તેમના વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ શ્રમિકોની વતનવાપસી માટે નોંધણી સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ પૂર્વે પણ ગત્ત સપ્તાહાંતે ૧૪૪૫જેટલા શ્રમિકોને અલીગઢ સુધીની ટ્રેન મારફત તેના વતન મોકલવામાં આવ્યા હતા. એસ. ટી. બસો શેલ્ટર હોમ સુધી મોકલી ત્યાંથી તેમને રેલ્વે સ્ટેશન સુધી લાવવામાં આવ્યા હતા. તે પૂર્વે તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. તમામ પ્રવાસીઓને માસ્ક આપવામાં આવ્યા હતા. આ તબક્કે કલેક્ટર શ્રી વિજય ખરાડી તથા પોલિસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે શ્રમિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી.

error: Content is protected !!