Friday, 29/03/2024
Dark Mode

દેવગઢબારિયામાં “જય માતાજી ગરબા મંડળ” દ્વારા ૧૮૫૦ થી વધુ જરૂરિયાતમંદોને “રાહત કીટ”નું વિતરણ કરાયું

દેવગઢબારિયામાં “જય માતાજી ગરબા મંડળ” દ્વારા ૧૮૫૦ થી વધુ જરૂરિયાતમંદોને “રાહત કીટ”નું વિતરણ કરાયું

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા નગરમાં જય માતાજી ગરબા મંડળ દ્વારા ૧૮૫૦ થી વધુ રાસન કીટનું વિતરણ કરાયું,૧૮૫૦ રાશન કીટ સહિત માસ્ક અને સેને ટાઇઝરનું પણ વિતરણ કરાયું,નાત જાતના ભેદભાવો જોયા વગર વિતરણ કરાયું,ઉનાળા ને લઇ ૧૫૦ જેટલા ચકલીના માળાઓનું વિતરણ, લોક ડાઉન વધશે તો વધુ આપવાની તૈયારી

દે.બારીયા તા.15

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં લોકડાઉનને લઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવ્યું જય માતાજી ગરબા મંડળ ૧૮૫૦ રાશન કીટ, માસ્ક અને સેનેટાઈઝર સહિત ચકલીના માળાનું પણ વિતરણ કરાયું.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કોરોના વાઇરસને લઇ દેશમાં લોકડાઉન જાહેર કરાતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બનવા પામી ત્યારે રોજ કમાઈને રોજ ખાતા હોય તેવા મજુરીઓ વર્ગને તો આ કોરોના વાઇરસ ના સંક્રમણ થી બચવા કરતા બે ટક નું ખાવાનું ક્યાંથી લાવવું તે તેમના માટે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો હતો. ત્યારે આ સમયે જરૂરિયાતમંદ ગરીબ લોકોની વ્હારે નગરમાં આવેલ સર્કલ બજારના જયમાતાજી ગરબા મંડળ દ્વારા નગરમાં અલગ-અલગ વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લોકડાઉનના સમય દરમિયાન બે ટકનું ભોજન ના મળે તેવા લોકોને શોધી ને કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર રાશનની કીટનું વિતરણ કરી લોકોને મદદરૂપ થઈ આ માનવતા સાથે કોમીએકતનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે આ રાશન કીટ સાથે આબોલ પક્ષીઓ માટે પણ આ જયમાતાજી ગરબા મંડળ દ્વારા ચકલીઓના માળા તેમજ પશુઓને પીવા માટે પાણીના વાસણ સહિત અલગ અલગ વિસ્તારમાં માસ્ક, સેનેટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ નગરના જયમાતાજી ગરબા મંડળ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવતાં લોકોને પણ આ એક આશીર્વાદ સમાન રાશન મળ્યું છે. મંડળના આયોજકો મુકેશભાઈ વાસણ વાળા, ધોલુ ભાઈ, હ્રદય કાંત, નીલમ ભાઈ, મિહિરભાઈ અને નીમેશભાઈ એ ભારી જેહમત ઉઠાવી રહ્યા છે. ત્યારે જો હજુપણ આ પરિસથિતિ રહેશે તો આવનાર દિવસોમાં પણ રાશનની કીટનું વિતરણ ચાલુ રાખવામાં આવશે તેમ મંડળના સભ્ય મુકેશભાઈ વાસણ વાળાએ દ્વારા જણાવ્યું હતું.

error: Content is protected !!