Friday, 22/11/2024
Dark Mode

કોરોનાની ફટકાર બાદ જનતાને બજેટમાંથી મોટી આશાઓ:આર્ત્મનિભર ભારત માટે આવતીકાલે  રજૂ કરશે મોદી સરકાર બજેટ:સવારે ૧૧ કલાકે નાણાંમંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે, પ્રથમ વાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે ડિજિટલી રિલીઝ કરવામાં આવશે

કોરોનાની ફટકાર બાદ જનતાને બજેટમાંથી મોટી આશાઓ:આર્ત્મનિભર ભારત માટે આવતીકાલે  રજૂ કરશે મોદી સરકાર બજેટ:સવારે ૧૧ કલાકે નાણાંમંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે, પ્રથમ વાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે ડિજિટલી રિલીઝ કરવામાં આવશે

દાહોદ લાઈવ ડેસ્ક….

કોરોનાની ફટકાર બાદ જનતાને બજેટમાંથી મોટી આશાઓ:આર્ત્મનિભર ભારત માટે આવતીકાલે  રજૂ કરશે મોદી સરકાર બજેટ:સવારે ૧૧ કલાકે નાણાંમંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે, પ્રથમ વાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે ડિજિટલી રિલીઝ કરવામાં આવશે

ન્યુ દિલ્હી,તા.૩૧

નાણાં મંત્રી ર્નિમલા સીતારામન ૧ ફેબ્રુઆરીએ ૨૦૨૧-૨૨ માટે બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ખાસ છે, કેમકે એવું પ્રથમવાર છે, જેમાં બજેટ દસ્તાવેજ પ્રિન્ટ થયા નથી. આ વખતનું બજેટ સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેને ડિજિટલી જ રિલીઝ કરવામાં આવશે. સામાન્ય રીતે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ૫ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે અને અનેક મહત્વની બેઠકો પછી તેને તૈયાર કરવામાં આવે છે.
બજેટમાં સરકાર ત્રણ પ્રકારના આંકડા જણાવે છે. જે હોય છે-બજેટ એસ્ટિમેટ એટલે કે બજેટ અંદાજ, રિવાઈઝ્‌ડ એસ્ટિમેટ એટલે કે સંશોધિત અંદાજ અને એક્ચ્યુઅલ એટલે કે વાસ્તવિક.
સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તેને કેબિનેટની સામે રાખવામાં આવે છે અને તેના પછી સંસદના બંને ગૃહોમાં તેને રજૂ કરાય છે.
બજેટ રજૂ થયા પછી તેને સંસદનાં બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવવાનું હોય છે. બંને ગૃહોમાંથી પસાર થયા પછી ૧ એપ્રિલથી તે લાગુ થઈ જાય છે. આપણા દેશમાં નાણાકીય વર્ષ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધી હોય છે.
કોરોના મહામારીના લીધે તે આ વખતે બજેટમાં હેલ્થ સેક્ટર પર વધુ ભાર રહેવાની આશા છે. લગભગ નક્કી માનવામાં આવે છે કે નાણામંત્રી ર્નિમલા સીતારમણના પટારામાંથી હેલ્થ સેક્ટર પર વધુ ધન વરસશે. હાલ જીડીપીનો ૧.૪ ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આશા છે કે સરકાર તેને વધારીને બમણો કરી શકે છે કારણ કે સરકારનો ટાર્ગેટ ૨૦૨૪ સુધી જીડીપીના ૪ ટકા ભાગ હેલ્થ સેક્ટર પર ખર્ચ કરવાનો છે.
નાણાં મંત્રી ર્નિમલા સીતારામન આ વખતે બજેટમાં વૃદ્ધજનોને અનેક રાહતો આપી શકે છે. એક તો તેમના માટે ઈનકમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારવામાં આવી શકે છે. બીજું, કોરોના મહામારીના કારણે ઈન્સ્યોરન્સની આવશ્યકતાને જાેતા તેના પ્રિમિયમ પર મળનારી ટેક્સમાં રાહત પણ વધારવાની ચર્ચા છે. આ પરિવર્તન જૂની ટેક્સ વ્યવસ્થામાં થશે.
આ બજેટથી લોકોને ઘણી આશા છે બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે મોટી જાહેરાતની આશા છે. ચીન સાથે ટકરાવને કારણે એવુ માનવામાં આવી રહ્યુ છે કે નાણા મંત્રી ર્નિમલા સીતારમણ ડિફેન્સ સેક્ટર માટે ભારે બજેટની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે ડિફેન્સ બજેટમાં આર્ત્મનિભર અભિયાનની ઝલક હોઇ શકે છે. કહેવાનો અર્થ એ છે કે સ્વદેશી હથિયારો પર ભાર આપવામાં આવી શકે છે
મહત્વપૂર્ણ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે મોદી સરકારે સંરક્ષણ બજેટમાં ૬ ટકાનો વધારો કર્યો હતો. આ સાથે જ ડિફેન્સ સેક્ટરનું બજેટ વધીને ૩.૩૭ લાખ કરોડ રૂપિયા થઇ ગયુ હતું. એક વર્ષ પહેલા સંરક્ષણ બજેટ ૩.૧૮ લાખ કરોડ હતું. કેન્દ્ર સરકારે નવા હથિયારોને ખરીદવા માટે આધુનિકીકરણ માટે ૧ લાખ ૧૦ હજાર ૭૩૪ કરોડ રૂપિયા જાહેર કર્યા હતા
બજેટ બાદ કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને બૂસ્ટ આપવા માટે સરકારે ડિફેન્સ સેક્ટરમાં પણ કેટલીક મોટી જાહેરાત કરી હતી, ત્યારે નાણા મંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યુ હતું કે આવા હથિયાર, વસ્તુઓ, સ્પેયર્સને નોટિફાઇ કરશે જેમાં આયાતને બેન કરવામાં આવે અને સ્વદેશી વસ્તુ પુરી પાડવામાં આવશે
આ સિવાય ઓર્ડિનન્સ ફેક્ટરીનું કોર્પોરેટાઇજેશન થશે, પ્રાઇવેટાઇજેશન નહી રહે, તેમણે જણાવ્યુ કે ડિફેન્સ સેક્ટરમાં સ્વદેશી હથિયારો માટે અલગથી બજેટ બનશે, જેનાથી ઘરેલુ કંપનીઓને ફાયદો થશે.
નોકરિયાત લોકોને પૂરી ઉમ્મીદ છે કે આ વખતે સરકાર ટેક્સ છૂટની સીમા વધારી શકે છે. હાલ ટેક્સ છૂટની સીમા ૨.૫ લાખ રૂપિયા છે, જેને વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. આવી ઉમ્મીદ એટલા માટે કરાઈ રહી છે કેમ કે પાછલા ૭ વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નથી થયો. અગાઉ જુલાઈ ૨૦૧૪માં આવેલ બજેટમાં તાત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ આ સીમા ૨ લાખ રૂપિયાથી વધારીને ૨.૫ લાખ રૂપિયા કરી હતી.
હાલના સમયમાં આવકવેરા અધિનિયમની કલમ ૮૦ઝ્ર અંતર્ગત રોકાણકારોને આવકવેરામાં ૧.૫ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે.
હવે તેને વધારીને ૨ લાખ રૂપિયા સુધી કરવામાં આવે તેવી ઉમ્મીદ છે. હવે આ છૂટ વધારીને ૩ લાખ રૂપિયા સુધી કરવામાં આવે તેવી ભલામણો પણ કરવામાં આવી છે. આમાં પણ પાછલા ૭ વર્ષથી કોઈ બદલાવ નથી થયો. જુલાઈ ૨૦૧૪માં જ તાત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ તેને ૧ લાખ રૂપિયાથી વધારીને ૧.૫ લાખ રૂપિયા કરી હતી.

error: Content is protected !!