Thursday, 25/04/2024
Dark Mode

દાહોદમાં એક 38 વર્ષીય મહિલાના ATM કાર્ડમાંથી અજાણ્યા ભેજાબાજે 44 હજાર ઉપાડી લીધા : પોલીસ ફરિયાદ નોંધાઇ

March 10, 2022
        2827

દાહોદ તા.૧૦

દાહોદ શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૩૮ વર્ષીય મહિલાના એ.ટી.એમ. કાર્ડમાંથી કોઈ અજાણ્યા ઠગ ઈસમો દ્વારા રૂા. ૪૪,૫૨૨૩.૬૦ની રકમ ઉપાડી લેતાં મહિલા દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.

 ગત તા. ૦૮.૦૩.૨૦૦ થી તારીખ ૦૯.૦૩.૨૦૨૨ના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરમાં ન્યાયધીશ કોલોની એસ.પી. કચેરીની સામે રહેતાં સોનલબેન કાન્તીભાઈ આંસોદરીયાના બેન્ક એકાઉન્ટના એ.ટી.એમ.માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા અલગ અલગ સમયગાળા દરમ્યાન પાંચ વખત કુલ રૂા. ૪૪,૫૨૩.૬૦ રૂપીયા ઉપાડી લઈ ઠગાઈ કરતાં આ સંબંધે ઠગાઈનો ભોગ બનેલ સોનલબેન કાન્તીભાઈ આંસોદરીયા દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!