Thursday, 25/04/2024
Dark Mode

સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં અજાણ્યા તત્વોએ બગીચાના વૃક્ષો કાપી ખેદાન-મેદાન કરી નાખતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો..

August 11, 2021
        1512
સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં અજાણ્યા તત્વોએ બગીચાના વૃક્ષો કાપી ખેદાન-મેદાન કરી નાખતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો..

બાબુ સોલંકી :- સુખસર 

સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં અજાણ્યા તત્વોએ બગીચાના વૃક્ષો કાપી ખેદાન-મેદાન કરી નાખતા ચકચાર.

રાજ્ય સરકાર દ્વારા આ શાળાની સ્કૂલ એક્સિલન્સમાં પસંદગી કરાઇ હતી.

બગીચામાં ૨૫થી ૩૦ જેટલા વૃક્ષો કાપી નાંખી નુકશાન પહોંચાડ્યું.

( પ્રતિનિધિ ) સુખસર,તા.11

ફતેપુરા તાલુકાના સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં બુધવારના રોજ બપોરે ચારથી પાંચ જેટલા યુવકો દ્વારા બગીચામાં તોડફોડ મચાવી હતી. અને ૨૫થી ૩૦ જેટલા વૃક્ષો કાપી નાખી બગીચો ખેદાનમેદાન કરી નાખ્યો હતો.આ ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આચાર્યની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ફતેપુરા તાલુકાના સુખસરમાં મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે.આ શાળાની રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ એક્સિલન્સમાં પસંદગી કરાઈ છે. રાજ્યભરની આવી શાળાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થનાર છે.શાળામાં આચાર્ય,શિક્ષકો અને ગ્રામજનોના સહયોગથી બગીચો બનાવવામાં આવ્યો હતો.જેનો બુધવારની બપોરના રોજ કેટલાક પાંચ જેટલા યુવકો દ્વારા આવીને બગીચામાં ભારે તોડફોડ મચાવી હતી.૨૫થી ૩૦ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા.આડેધડ વૃક્ષો કાપી નાખવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આચાર્ય ને જાણ થતાં જ એસ.એમ.સી.ના અધ્યક્ષ,સભ્યો, સરપંચ અને પોલીસને જાણ કરી હતી.પોલીસે શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી.તોડફોડમાં નારિયેળી, પામ,આંબો, કેળ, ચંપો,લીમડો, આમળા, બદામ, આસોપાલવ જેવા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનું નજરે જોવા મળ્યું હતું.અગાઉ પણ આ શાળામાં સીસીટીવી કેમેરાની તોડફોડ, ટેબલેટ ની ચોરી જેવો બનાવો બન્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરાય તો શાળામાં નુકસાન કરનારા તત્વો પકડાઈ જવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!