
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના હિંગલામાં મંદિરને નિશાન બનાવી ચાંદીનો મુગટ ચોરી ગયા.
રહેણાંક મકાનમાંથી એલ.સી.ડી કિંમત 5000 તથા મંદિરમાંથી રૂપિયા 15000 નો ચાંદીનો મુગટ અજાણ્યા ચોર લોકો ચોરી જતાં ફરિયાદ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.1
ફતેપુરા તાલુકાના હિંગલા ગામે તસ્કરોએ એક મકાન તથા નજીકમાં આવેલ મંદિરને નિશાન બનાવી 30 જુલાઈ 21ના રોજ રાત્રિના સમયે અજાણ્યા ચોર લોકોએ નિશાન બનાવી રહેણાંક મકાનમાંથી એક એલ.સી.ડી તથા નજીકમાં આવેલ મંદિરમાંથી ચાંદીનો મુગટ ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હિંગલા ગામે કાચલા ફળિયા ખાતે રહેતા કડકિયા ભાઈ દુધાભાઈ વળવાઈના મકાનને નિશાન બનાવી 30 જુલાઈ 21ના રોજ રાત્રીના કોઈ પણ સમયે ચોર લોકોએ નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાંથી તિજોરીમાં મુકેલા એલ.સી.ડી જેની કિંમત રૂપિયા 5,000/- તથા નજીકમાં આવેલ મંદિરમાં ચડાવેલા આશરે 400 ગ્રામ ચાંદીનું છત્ર જેની કિંમત રૂપિયા- 15000/- મળી ફુલ રૂપિયા 20000/- હજારની મતાની કોઈ અજાણ્યા ચોર લોકો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત ચોરી બાબતે હિંગલાના કાચલા ફળિયાના વતની હાલ ભરૂચ નર્મદા ચોકડી,રોહિણી નગર, પાણીની ટાંકી પાસે રહેતા કડકિયા ભાઈ વળવાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી સુખસર પોલીસે તસ્કરોનું પગેરુ શોધવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.