બાબુ સોલંકી :- સુખસર
સુખસરના ખાખરીયા-બચકરીયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી.
ખાખરીયા-બચકરીયા પ્રાથમિક શાળા પટાંગણમાં ગામમાં વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
સુખસર,તા.27
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં આવેલ ખાખરીયા-બચકરીયા પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરીના રોજ 74 માં પ્રજાસત્તાક દિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગામની વધુ ભણેલી દીકરી રીગલબેન ડામોરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ભાભોરે પધારેલ ગામના સરપંચ,મહેમાનો,ગ્રામજનો આગણવાડી કાર્યકર બહેનો તેમજ બાળકોના વાલીઓ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળામાં ભણતા બાળકો દ્વારા સાંસ્કૃતિક અને રમતગમત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.ત્યારબાદ ગામમાં વધુ ભણેલી દીકરીને સન્માન પત્ર તથા સરપંચ દ્વારા ભેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.