બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે અંબુજા સિમેન્ટ દ્વારા”ગ્રાહક માર્ગદર્શન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું.
સુખસર,તા,10
અંબુજા સિમેન્ટ દ્વારા સુખસર મુકામે ફતેપુરા તાલુકા ખાતે ” ગ્રાહક માર્ગદર્શન કેમ્પ ” નું આયોજન કરવામાં આવ્યું .જેમાં ઘર બનાવનું પ્લાંનિંગ કરી રહેલા અને જેમનું બાંધકામ ચાલતું હોય તેવા ગ્રાહકો ને મજબૂત અને ટકાઉ બાંધકામ કઈ રીતે થઇ શકે તેની માહિતી આપવામાં આવી.
અંબુજા સિમેન્ટ દ્વારા ઘર માલિકો માટે મજબૂત ઘર બનાવવા માટે ” અંબુજા સર્ટિફાઈડ ટેક્નોલોજી ” નો કોન્સેપ્ત, આ કેમ્પ ના માધ્યમ થી ઘર માલિકો સુધી પોચાડવામા આવ્યો. જેમાં અંબુજા ,અંબુજા પ્લસ ,અંબુજા કવચ , અંબુજા કુલ વોલ અને સોલ્યૂશન જેવા કે ઘર નું પ્લાંનિંગ, કોન્ક્રીટ,મિક્ષ ડિઝાઇન, ક્યોરીંગ અને રેન વોટર હારવેસ્ટિંગની માહિતિ આપવામાં આવી.
આ કેમ્પ માં અંબુજા ના એન્જીનીર અક્ષયભાઈ ચૌહાણ , માર્કેટિંગ ઇન્ચાર્જ ગુંજન પરમાર અને ડીલર નિકુલભાઈ કલાલ (ગુરુકૃપા ટ્રેડર્સ,મો.9427056035 )દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ કેમ્પમાં ઘર માલિકો દ્વારા ખુબ જ સરસ લાભ લેવામાં આવ્યો હતો, આવો ઉમળકાભેર પ્રતિભાવ જોઈ અંબુજા સિમેન્ટ દ્વારા વધુ ને વધુ કેમ્પ યોજી ગ્રાહકને મજબૂત બાંધકામ બનાવવા જાણકારી આપવામાં આવી હતી.