Wednesday, 04/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે સુખસરના મૃતક યુવાનના પરિવારજનો અચોક્કસ મુદત માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા.

November 18, 2022
        1752
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે સુખસરના મૃતક યુવાનના પરિવારજનો અચોક્કસ મુદત માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા.

બાબુ સોલંકી, સુખસર 

 

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે સુખસરના મૃતક યુવાનના પરિવારજનો અચોક્કસ મુદત માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા.

 

 

સંગાડા પરિવારના યુવાનની હત્યાના સાત દિવસ થવા છતાં આરોપીઓ નહીં ઝડપાતા મૃતક યુવાનના પરિવારજનોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ ઉગામ્યુ.

 

 

આરોપીઓને ઝડપવા બે દિવસનો સમય આપો:પોલીસ, આરોપીઓને તાત્કાલિક ઝડપો તો જ આંદોલન સમેટીશું:મૃતક યુવાનના પરિવારજનો ની હઠ.

 

સુખસર,તા.18

 

       ફતેપુરા તાલુકાના સુખસરના બે યુવાનોને બલૈયા ખાતે મારામારી કરતા એક ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતુ.જે બાબતની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં કાયદેસર એફ.આઇ.આર દાખલ થયાને સાત દિવસનો સમય વીતવા છતાં આરોપીઓને નહીં ઝડપતા કલેકટર દાહોદ, પોલીસ અધિક્ષક દાહોદ,ફતેપુરા પી.એસ.આઇ સહિત સુખસર પી.એસ.આઇને લેખિત રજૂઆત બાદ આજરોજ મૃતક યુવાનના મોટી સંખ્યામાં પરિવારજનો સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલ વિગતો મુજબ 10 નવેમ્બર-2022ના રોજ સુખસરના બે યુવાનો ફતેપુરા થી પરત સુખસર આવી રહ્યા હતા.તેવા સમયે બલૈયામા આ યુવાનોને આંતરી બાર જેટલા હુમલાખોરોએ મારામારી કરી જીવલેણ ઇજાઓ પહોંચાડતા સુખસર સંગાડા ફળિયા ખાતે રહેતા ટીનાભાઇ રામાભાઇ સંગાડાનું સારવાર દરમિયાન મોતની નિપજ્યું હતું.જેની 11 નવેમ્બર-2022 ના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા 12 જેટલા આરોપીઓની વિરુદ્ધમાં હત્યા તથા મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ત્યારબાદ કહેવાતા હુમલાખોરો ફરાર થઈ જવા પામ્યા હતા.જેના સાત દિવસ વિતવા છતાં પોલીસ દ્વારા આરોપીઓ નહીં ઝાડપાતા મૃતક યુવાનની માતાએ સ્થાનિકથી લઈ જિલ્લા કક્ષા સુધીના લાગતા-વળગતા તંત્રોને જાણ કર્યા બાદ આજ રોજ સુખસર પોલીસ સ્ટેશન પટાગણમાં ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હોવાનું જાણવા મળે છે.

    જોકે ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા મૃતકના પરિવારજનોને પોલીસ દ્વારા બે દિવસનો સમય આપવા માંગ કરવામાં આવી રહી છે.જ્યારે મૃતક યુવાનના પરિવારજનો તાત્કાલિક આરોપીનો ઝડપો પછી જ અમો અમારું આંદોલન હટાવીશુ ની હઠ લઈને બેઠા હોવાનું જાણવા મળે છે. જ્યારે મૃતકના પરિવાર જનોને પોલીસ દ્વારા સમજાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પરંતુ પરિવારજનો પોલીસની વાત માનવા તૈયાર નથી.અને તાત્કાલિક આરોપીઓને ઝડપોનું જણાવી રહ્યા છે.હાલ મૃતક યુવાનના પરિવારજનો સુખસર પોલીસ સ્ટેશન સામે બેસી ગયા છે.અને આરોપીઓને ઝડપ્યા વિના કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આ લખાય છે ત્યાં સુધી પરિવારજનો આંદોલન સમેટવા તૈયાર નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!