બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં સુખસર બંધનું એલાન આપવા નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત.
સુખસર બંધના એલાનમાં જોડાયેલા ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ રઘુભાઈ મછાર સહિત સાત સાત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકારમાં રોજગારી,મોંઘવારી, જીએસટી તથા સરકારની તાનાશાહી સામે સુખસર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
સુખસર,તા.10
ફતેપુરા તાલુકામા આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સુખસર બંધનું એલાન આપવા નીકળેલા આગેવાનોને સુખસર પોલીસે ડીટેઇન કરી સુખસર પોલીસ સ્ટેશનમાં લાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તથા પાર્ટીના આદેશ અનુસાર કોંગ્રેસના ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી રઘુભાઈ દીતાભાઇ મછારની આગેવાની હેઠળ પક્ષના કાર્યકર્તાઓ સુખસર બંધનું એલાન આપવા નીકળ્યા હતા.તેવા સમયે સુખસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ. કે.પટેલ તથા સ્ટાફ દ્વારા કોંગ્રેસના સાત જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે બંધના એલાન આપવા બાબતે કોંગ્રેસના આગેવાન રઘુભાઈ મછાર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજગારીનો અભાવ મોંઘવારી નો પ્રશ્ન તથા જીએસટી જેવા અનેક કારણોસર ભાજપની સરકાર તાનાશાહી ચલાવી રહેલ છે અને ગરીબોનું ખૂન ચૂસીને તાયફાઓ અને ઉત્સવો ઉજવી રહેલ છે. તેના વિરોધમાં આજરોજ બપોરના 12 કલાક સુધી સુખસર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં સુખસર બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું.
એટેક કરેલા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રઘુભાઈ દિતાભાઈ મછાર,ભરતભાઈ બારીયા, વિજયભાઈ ભાભોર,અશોકભાઈ કિશોરી,વિજયકુમાર કલાલ, નિલેશભાઈ મછાર,છગનભાઈ મછાર તથા બીપીનભાઈ ડામોર સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરી છોડી મૂકવામાં આવ્યા હતા.