પ્રતિકાત્મક તસ્વીર..
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નાનીરેલમાં દીપડાએ બકરીનું મારણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો.
દીપડાએ ઢાળિયામાં બાંધેલીબકરીનું મારણ કરી જતા કૂતરાઓ પાછળ પડતાં મૃત બકરીને છોડી દીપડો ભાગી છૂટ્યો.
સુખસર,તા.17
ફતેપુરા તાલુકાના નાનીરેલમાં ગતરોજ રાત્રિના દીપડાએ એક બકરી નું મારણ કરી જઈ રહેલા દીપડાને કૂતરાઓ પાછળ પડતા દીપડો મૃત બકરીને છોડી ભાગી જવા પામેલ છે. જેથી ખાસ કરીને રાત્રિના સમયે પંથકની પ્રજામા વન્ય
પ્રાણી દ્વારા કરવામાં આવતા હુમલાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જ્યારે ફતેપુરા રેન્જ કચેરીના કર્મચારીઓ દ્વારા દીપડાને પકડી પાડવા માટે શોધખોળ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાનીરેલના માતા ફળિયા ખાતે રહેતા રાકેશભાઈ દલસિંગભાઈ ડામોર ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં જમી પરવારી ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા.તેવા સમયે જોર જોરથી કૂતરાઓ ભસવાનો અવાજ થતા દરવાજો ખોલી બહાર નીકળી જોતા પોતાના ઢાળીયામાં બાંધેલ બકરીને ગળામાં પકડી દીપડો જઈ રહ્યો હતો.તેવા સમયે કૂતરાઓ પાછળ પડતાં મૃત બકરીને છોડી દિપડો ભાગી ગયો હતો.જે વાત ગામમાં ફેલાઈ જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.ત્યારબાદ ગામમાં દીપડો આવ્યો હોવાની બાબતે ફતેપુરા જંગલ ખાતાના કર્મચારીઓને જાણ કરાતા ત્યાંથી કર્મચારીઓ આવી પહોંચ્યા હતા.પરંતુ દીપડાની ભાળ મળી ન હતી. થોડા દિવસો અગાઉ પણ વટલીમાં દીપડાએ દેખા દીધી હતી.અને કુતરાઓ એ પાછળ પડી દીપડાને ભગાવી મૂક્યો હતો.ત્યારે તેને પકડવા જંગલ ખાતાની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.પરંતુ ભાગી છૂટેલા દીપડાના કોઈ વાવડ મળ્યા ન હતા.જ્યારે હાલ નાની રેલમાં દીપડાએ બકરીનું માંરણ કરી ભાગી છુટતા પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
દીપડાને ઝડપી પાડવા વન વિભાગ ની ટીમ પ્રયત્નશીલ :- (આર.ડી પારગી રેન્જ કચેરી ફતેપુરા.)
અમોએ અગાઉ વટલી ગામમાં દીપડો આવ્યો હોવાની બાબત જાણતા દીપડાના રેસક્યુ માટે અમોએ વન ખાતાના કર્મચારીઓની ટીમ બોલાવી રેસ્ક્યુ કર્યું હતું.અને દીપડાને પકડી પાડવા માટે પાંજરાઓ પણ મૂક્યા હતા.પરંતુ દિપડો હાથમાં આવ્યો ન હતો.જ્યારે હાલ નાની રેલમાં દીપડાએ બકરીનું મારણ કરી ભાગી છૂટેલા દીપડાને પકડી પાડવા માટે અમો પ્રયત્નશીલ છીએ.તેમજ મૃત પશુઓ વિગેરે ખુલ્લામાં નાખવા જોઈએ નહીં.તેની ગંધથી જંગલી પશુઓ આવતા હોય છે.જેથી મૃત પશુને ઊંડો ખાડો ખોદી તેનો નિકાલ કરો કરવો જોઈએ.