Saturday, 20/04/2024
Dark Mode

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે સિંગવડ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું..

January 30, 2023
        1029
જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે સિંગવડ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું..

કલ્પેશ શાહ :- સીંગવડ

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે સિંગવડ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું…

સીંગવડ તા.30

આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા 29.1.2023 ના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર પરીક્ષા પેપર ફૂટી જતાં મોકુફ રાખવામાં આવેલ હતી સમગ્ર ગુજરાતના ઉમેદવારો તથા તેમના પરિવારમાં આક્રોશ છે લગભગ 14મી વખત પેપર ફૂટી જતા સમગ્ર ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બનવું છે જ્યારે 156 ધારાસભ્યની બનેલી સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે તેમ જણાવ્યું હતું જેને લઇને આજરોજ 30 1 2023 ના રોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ સુભાષભાઈ ડામોરના નેતૃત્વમાં આપ દાહોદના સંયુક્ત સચિવ રમસુભાઈ હઠીલા દાહોદ જિલ્લા ઉપપ્રમુખ તરુલતાબેન મહિલા જિલ્લા પ્રમુખ ડોક્ટર જિજ્ઞાસા પારગી લીમખેડા વિધાનસભાના ઉમેદવાર નરેશભાઈ બારીયા ઝાલોદના વિધાનસભાના ઉમેદવાર અનિલભાઈ ગરાસીયા ગરબાડાના શૈલેષભાઈ ભાભોર ફતેપુરા ગોવિંદભાઈ પરમાર આપ ગુજરાત રાજ્ય સચિવ અને પ્રદેશ પ્રવક્તા જયેશ સંગાડા તથા આમ આદમી પાર્ટીના સો જેટલા કાર્યકર્તો દ્વારા દાહોદ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યો ત્યારે જયેશ સંગાડા જણાયું કે 156 ધારાસભ્ય ધરાવતી આ સરકારના શાસનમાં છાસવારે પેપર ફૂટે છે અને ઉમેદવારો નિરાશ થાય છે તેમનું માનસિક સંતુલન બગડી રહ્યું છે તાત્કાલિક ધોરણે 48 કલાકમાં નવી તારીખ જાહેર કરી અને આવનાર 20 દિવસમાં પરીક્ષા ફરીથી લેવામાં આવે દરેક ઉમેદવારોને 50,000 નું વળતર આપવામાં આવે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ દ્વારા પાછલા ફૂટેલા તમામ પેપરોમાં ગુનેગારોને શોધી કડકમાં કડક સજા કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે દાહોદ જિલ્લો આંદોલન ભૂમિ છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના યુવાનોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!