
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી…
રાષ્ટ્રીય અને તેની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે.
વિદ્યાર્થીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળીને જેમને દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું.
સંજેલી તા.30
સંજેલી તાલુકાની શ્રધ્ધા વિદ્યાલયના પટાંગણમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિવસ દર વર્ષે ૩૦ જાન્યુઆરીએ ઊજવવામાં આવે છે. રાષ્ટ્રીય અને તેની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળીને જેમને દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે એમને યાદ કરીને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિવસની ઉજવણી માં ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો અશ્વિનભાઈ સી સંગાડા, રાજુભાઈ એસ મકવાણા તેમજ અન્ય વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક
દિલીપકુમાર મકવાણા એ શહીદ દિવસ નિમિતે દેશ માટે જેમને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે તેવા શહીદોને યાદ કરી, મૌન પાળીને અને વંદન કરીને, યાદ કરીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.