કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડમાં ચાલુ બિઝનેસ મીટીંગ દરમિયાન બે ઈસમોએ બેફામ ગાળા ગાળી કરી મહિલાની છેડતી કરી
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના સીંગવડ નગરમાં ચાલતી બિઝનેસ મીટીંગમાં એક મહિલાને મીટીંગમાં હાજર બે ઈસમોએ મહિલાને બેફામ ગાળો બોલી તેમજ છેડતી કરતાં અને મહિલાને જાતિય અપમાનીત કરતાં આ સંબંધે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૫મી સપ્ટેમ્બરના રોજ સીંગવડ મુકામે સીંગવડ તાલુકામાં રહેતી એક મહિલાની આગેવાનીમાં બિઝનેશ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બિઝનેસ મીટીંગમાં દીલીપભાઈ ભગવાનજીભાઈ સીનોજીયા કડવા પટેલ તથા પ્રકાશભાઈ ભગવાનભાઈ સીનોજીયા કડવા પટેલ (બંન્ને રહે. અમદાવાદા) પણ હાજર રહ્યાં હતાં ત્યારે ચાલુ બિઝનેસ મીટીંગમાં અંદરો અંદર ઝઘડો તકરાર થતાં ઉપરોક્ત બંન્ને ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને મહિલા સાથે ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી, મહિલાને જાતિય અપમાનીત કરી, છેડતી કરતાં આ સંબંધે છેડતીનો ભોગ બનેલ મહિલાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.