કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકામાં ખેતરમાં મકાન બનાવવા બાબતે પાંચ જેટલા ઈસમોએ દંપતીને માર મારી મહિલાની છેડતી કરી..
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના સીંગવડ મુકામે ખેતરમાં મકાન બનાવવા મામલે પાંચ જેટલા ઈસમોએ એક દંપતિને માર મારી મહિલાની છેડતી કરી તેમજ મહિલાના પતિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ સીંગવડ તાલુકામાં રહેતી એક મહિલા અને તેમના પતિ પોતાના ખેતરમાં ઘાસ વાઢતાં હતાં તે સમયે સીંગવડ તાલુકાના પામીવેલા ગામે કાળીયા ફળિયામાં રહેતાં સુરેશભાઈ સરદારભાઈ ચૌહાણ, મહેશભાઈ સરદારભાઈ ચૌહાણ, સરદારભાઈ છગનભાઈ ચૌહાણ, પ્રભાતભાઈ સબુરભાઈ ચૌહાણ અને નિરૂબેન પ્રભાતભાઈ ચૌહાણનાઓ દંપતિ પાસે આવ્યાં હતાં અને દંપતિને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા ખેતરમાં તારૂં મકાન કેમ બનાવેલ છે, તારૂં મકાન અહીંથી કાઢી લઈ જાવ, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને દંપતિ પૈકી મહિલાને છેડતી કરી તેમજ મહિલાના પતિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે છેડતીનો ભોગ બનેલ મહિલાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.