કલ્પેશ શાહ, લીમખેડા
સિંગવડ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી તથા નિયામકશ્રી દ્વારા મનરેગા કામો તથા સરકારી કામોની સમીક્ષા કરવામાં ઓચિંતી મુલાકાત..
દાસા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર તપાસ દરમિયાન એક કોન્ટ્રાક્ટર હાજર ન મળતા વિડિયો હાજરીપત્રક સાથે લઇ ગયા…
સિંગવડ તાલુકાની તમામ શાખાઓમાં રીવ્યુ મીટીંગ લેતા જિલ્લા વિકાસ અધિકારી
સીંગવડ તા.13
સિંગવડ તાલુકામાં ચાલતા મનરેગાના કામો તથા સરકારી કામોની ઓચિંતી મુલાકાત જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી તથા નિયામકશ્રી દ્વારા લેવામાં આવી હતી.જ્યારે સિંગવડ તાલુકા પંચાયત ખાતે તમામ શાખાની વિગતવાર રીવ્યુ મીટીંગ કરવામાં આવી ત્યાર પછી સિંગવડ તાલુકાના રંધીકપુર ગામે ગ્રામ પંચાયત નું બાંધકામ ચાલતું હોય તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેને 15 ઓગસ્ટ સુધી તૈયાર કરી દેવા સૂચન આપવામાં આવ્યું હતું.જ્યારે મલેકપુર ગ્રામ પંચાયત મકાનનો નિરીક્ષણ અને મનરેગાના કામો વિકાસના કામોની સમીક્ષા આવાસ કેટલ શેડ નાણાપંચના વિવિધ કામોની ચકાસણી કરવામાં આવી હતી અને પીપળીયા ગ્રામ પંચાયતમાં આંગણવાડીના નવીન મકાન બાંધકામની સમીક્ષા અને ચકાસણી કરી હતી જ્યારે આરોડા ગ્રામ પંચાયતની ડુંગરભીત ફળિયા આંગણવાડીના મકાનના બાંધકામ માટે જમીન તથા બાંધકામ જલ્દી ચાલુ કરવા માટેની ચર્ચા કરવામાં આવી ત્યાંથી દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત 2. 20 કલાકે લેવામાં આવી ત્યારે દવાખાનામાં ખાલી 1 પટાવાળા 1 નર્સ અને એકબીજા સ્ટાફ હાજર હતા જ્યારે દવાખાનામાં ચાર ડોક્ટર હોય પણ તેનામાંથી એક પણ ડોક્ટર હાજર ન હોવાના લીધે અને અમુક સ્ટાફ ગેરહાજર હોવાના લીધે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી હાજરી નું રજીસ્ટર પણ અધિકારી દ્વારા સાથે લઈ જવામાં આવ્યું હતું એવું જાણવા મળ્યા મુજબ જ્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગઈકાલે કટારાની પાલ્લ ગામે માજી સરપંચ તથા જીઆરએસ વચ્ચે સરકારી કામો પૂર્ણ થઈ ગયા હોય તેના રૂપિયા માટે બોલાચાલી થઈ હતી અને સરકારી કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કટારાની પાલ્લી ગામે કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ રીતે સિંગવડ તાલુકાના મનરેગા ના તથા બીજા સરકારી કામોની તપાસ કરવામાં આવી હતી જો સરકારી અધિકારીઓ દ્વારા ખરેખર સ્પષ્ટ મનરેગા જેવા કામોની ચકાસણી કરવામાં આવે તો હજુ સિંગવડ તાલુકામાં મનરેગામાં ઘણું મોટું કોભાંડ બહાર આવે તેમ છે માટે જે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી તેવીતના ફરીથી ઓચિંતી તપાસ કરવામાં આવે તો ઘણા કામો ખાલી કાગળ પર દેખાયા તેમ લોકોમાં ચર્ચાનો વિષય છે ખરેખર સરકારી અધિકારીઓ દ્વારા ખરેખર આવીતના ઓચિંતિ મુલાકાતો લેવી જોઈએ તો સાચું બહાર આવે તેમ છે