બાબુ સોલંકી :- સુખસર
સંતરામપુર ટીચર્સ સોસાયટીમાં ફતેપુરા, સંતરામપુર તથા કડાણા તાલુકાના ભ્રષ્ટાચારી વહીવટ કર્તાઓની સામે શિક્ષકોનો વિજય.
સંતરામપુર ટીચર્સ સોસાયટીમાં ગેરવહીવટ નહીં કરી શિક્ષકોના હિતમાં કાર્ય કરવા જણાવતા આઠ જેટલા શિક્ષકોને સોસાયટીના સભ્ય પદેથી રદ કર્યા હતા.
રદ કરાયેલા સભ્યોએ રાજ્ય રજીસ્ટાર (અપીલ) ગાંધીનગરમાં જાણ કરતા સભાસદ શિક્ષકો તરફી જજમેન્ટ આવતા શિક્ષકોમાં ખુશી.
સંતરામપુર ટીચર્સ સોસાયટીમાં વહીવટ કર્તા ઓએ કરેલ ગેરરીતિ પ્રકાશમાં નહીં આવે તે માટે સભા બંધ રાખી હોવાનો શિક્ષકોનો આક્ષેપ.
સુખસર,તા.22
સંતરામપુર તાલુકાના મુખ્ય મથક સંતરામપુર ખાતે સંતરામપુર, ફતેપુરા તથા કડાણા તાલુકાની સંયુક્ત ટીચર્સ સોસાયટી આવેલ છે.જેમાં ટીચર્સ સોસાયટીના ભ્રષ્ટાચારી વહીવટ કર્તાઓ દ્વારા મોટાપાયે શિક્ષક વહીવટ કર્તાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવા બાબતે ફતેપુરા,સંતરામપુર તથા કડાણાના આઠ જેટલા શિક્ષકોએ વિરોધ ઉઠાવ્યો હતો.તેમજ ટીચર્સ સોસાયટીમાં ગેરવહીવટ નહીં કરવા અને શિક્ષકોના હિતમાં કાર્ય કરવા જણાવતા આઠ જેટલા શિક્ષકોને સભાસદોની ખોટી સહીઓ કરી, શિક્ષકોના નામે ઠરાવ લખી સોસાયટીના સભ્ય પદેથી રદ કરેલ હતા.જેની જાણ રાજ્ય રજીસ્ટ્રાર (અપીલ)ગાંધીનગર ખાતે કરાતા આ ત્રણ તાલુકાના સભાસદ શિક્ષકો તરફી જજમેન્ટ આવતા મોટા ભાગના શિક્ષકોએ એકત્રિત થઈ ગેરરીતિ આચરનાર વહીવટ કર્તાઓ દ્વારા અનઅધિકૃત કરેલ ખર્ચના નાણાનો હિસાબ સહિત સંતરામપુર ટીચર્સ સોસાયટીમાં ચેરમેનને બદલવા માટેનો ઠરાવ કરશેના ડરથી અસંતૃષ્ટ વહીવટ કર્તાઓ દ્વારા ગુજરાત નામદાર હાઇકોર્ટ દ્વારા સ્ટે મેળવવાનો પ્રયત્ન કરતાં સ્ટે નહીં અપાતાં સંતરામપુર ટીચર્સ સોસાયટીના વહીવટ કર્તા ઓએ સભા બંધ રાખી હોવાનું પ્રાથમિક શૈક્ષણિક મહાસંધ ફતેપુરા ના અધ્યક્ષ વિરેન્દ્રભાઈ જી.તાવીયાડ દ્વારા જાણવા મળેલ છે.અને તેઓએ જણાવ્યું છે કે,ટીચર્સ સોસાયટીના વહીવટ કર્તાઓ શિક્ષક આલમમાં શિક્ષકો તથા મંડળીના હિતને નુકસાન પહોંચાડતા હોય સભાસદ શિક્ષકોએ વહીવટકર્તા ભ્રષ્ટાચારી શિક્ષકોની સામે આકરા પગલા લેવા ફતેપુરા, સંતરામપુર તથા કડાણા તાલુકાના શિક્ષકો દ્વારા રણનીતિ ઘડવા તૈયારી કરી રહ્યા છે.
આમ,સંતરામપુર ટીચર્સ સોસાયટીના સભાસદોના આક્ષેપમા જણાવ્યા પ્રમાણે સત્યતા હોય તો આવતીકાલ ભારતના ભવિષ્યનું ઘડતર કરનાર શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રમાંજ ભ્રષ્ટાચારનો સડો પ્રસરેલો હોય ત્યારે અન્ય ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર દૂર થશે તેવી અપેક્ષા રાખવી તે કેટલા અંશે વ્યાજબી છે…?
