સંતરામપુરમાં અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ…

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

 

સંતરામપુરમાં અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ…

 

સંતરામપુર તા.14

મહિસાગર જિલ્લા અનુસૂચિત જાતી મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતીની ઉજવણી સંતરામપુર મુકામે બાબાસાહેબની પ્રતિમા પાસે કરવામાં આવી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી માનનીય ડોક્ટર કુબેરભાઈ ડીડોર સાહેબ તથા જિલ્લા ભાજપા પ્રમુખ માનનીય દશરથ બારીયા સાહેબ, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી દીપકભાઈ ચાવડા તથા તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલિયા, સંતરામપુર નગર સંગઠન ભાજપ પ્રમુખ શ્રી સંદીપભાઈ , નગર મહામંત્રી શ્રી મનોજભાઈ અને નિતીનભાઇ રાણા, નગર પાલિકા પ્રમુખના પ્રતિનિધિ શ્રી પ્રિતેશભાઈ ખાટ, સચીન ભાઈ શાહ, દિલીપભાઈ પટેલિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી શીવાભાઇ વણકર, સંતરામપુર અને કડાણા તાલુકાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને મહામંત્રી તથા સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ, વાલ્મિકી સમાજના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધન શ્રીમાન દશરથસિંહ બારીયા સાહેબ અને સન્માનનીય ડોક્ટર કુબેરભાઈ ડીડોર સાહેબે આપ્યું હતું. આમ સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવણી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

Share This Article