ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન માળી સમાજ દ્વારા પાંચમો માતાજીનો પાટોત્સવ ઉજવાયો…
સંતરામપુર તા.08
સંતરામપુર નગરમાં સમસ્ત માળી સમાજ દ્વારા ધંધા-રોજગાર બંધ પાળીને ધામધૂમથી પાટોત્સવ અને વરઘોડો કરવામાં આવેલો હતો.સવારથી ઓખા મંદિર માતાજીના દર્શન કરવામાં આવેલા હતા સમાજના દરેક વ્યક્તિ હવનમાં બેસીને હવન કરવામાં આવેલું હતું માતાજીના મંદિર નિર્માણના પાંચ વર્ષ પુરા થયા વરઘોડો કાઢી ને પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી સવારે હવન નો કાર્યક્રમ યોજાયો હતો બપોરે મંદિર પાસેથી માતાજી નો સાથે રથ સાથે વરઘોડો કરવામાં આવેલો હતો નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને માતાજી ના નારા બોલાવીને મોટા બજાર મેન બજાર અને ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા ફરી મંદિરે પ્રસ્થાન કરીને સાંજના સમય સમાજના અને અન્ય સમાજના તમામનો મોટા પાયે ભંડારા નો આયોજન કરવામાં આવેલું હતું.