
કપિલ સાધુ :- સંજેલી
સંજેલીમાં ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ દ્વારા અનાથ બાળકોને વિનામૂલ્યે પુસ્તકો નું વિતરણ કરાયું….
સંજેલી તા.08
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ છેલ્લા 16વર્ષથી કાર્યરત છે જેમા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કુલ પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. તેમજ અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
જય અંબે એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા અનાથ વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી ના પડે એ હેતુસર પુસ્તકોનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.