ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે એક જ મહિનામાં ત્રણ વખત લોખંડની રેલિંગ ચોરાઈ :પંથકમા પોલીસની ઢીલીનીતિ ના કારણે અસામાજિક તત્વોનો વધ્યો ત્રાસ
સંતરામપુર તા.13
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે નવો બનાવેલો રસ્તા વળાંકો વિસ્તારોની અંદર અકસ્માત ન સર્જાય તેના હેતુથી અને વાહનચાલકો માટે બચાવ થઇ જાય તે માટે સ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ લોખંડ ની રેલિંગ ઓ ફીટીંગ કરવામાં આવેલી હતી પરંતુ અસામાજિક તત્વો દ્વારા સરકારી મિલકતોને બેફામ નુકસાન કરી રહેલા છે એક જ મહિનામાં ત્રીજી વખત આવી ચોરીની ઘટના બની રેલિંગ ના ઉભા પટ્ટા અને અને પાયાઓ ઉખાડીને નીચે ખાડામાં ફેંકી દેવામાં આવે છે અને બીજા દિવસે તેનો ઉપાડી જાય છે આ રીતે સ્ટેટ વિભાગ દ્વારા આવી જગ્યા ઉપર ત્રીજી વખત ફીટીંગ કરવામાં આવેલું હતું પરંતુ અસામાજિક તત્વો દ્વારા તેને ખુલ્લા કરીને ઉપાડી જાય છે આ રીતે અસામાજિક તત્વો ઇરાદાપૂર્વક સરકારી મિલ્કતોનું નુકસાન કરે છે કોન્ટ્રાક્ટર દ્વારા avar navar તેને મીટીંગ કરવામાં આવે છે પરંતુ આ જ રીતે ચોરીની ઘટના બનતી જાય છે કેટલીકવાર લોખંડના પટ્ટાઓ ખેતરોમાં અને જાડી જાત્રામાં સંતાડેલા જોવા મળેલા છે.
