સંતરામપુર તાલુકાના ગરડીયા ગામે અચાનક વાવાઝોડું અને વંટોળ આવતા મકાનના પતરા ઉડયા: એક મહિલા ઇજાગ્રસ્ત

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના ગરડીયા ગામે અચાનક વાવાઝોડું અને વંટોળ આવતા મકાનના પતરા ઉડયા: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ..

સંતરામપુર તા.13

સંતરામપુર તાલુકાના ગરાડીયા ગામે સાંજના અરસામાં ગરાડીયા ગામમાં રહેતા ચંદાણા સુરેશભાઈ નટવરભાઈ પોતાના પરિવાર સાથે મકાનમાં રહેતા હતા. અચાનક વાવાઝોડુ વંટોળ આવવાના કારણે મકાન ઉપર થી બધા જ પતરા ઉડી ગયા આવી ઘટના બનતા જ પરિવારોમાં બુમ બરાડા મચી ગઇ હતી.પરંતુ કોઈ જાનહાની થઈ નથી આ વાવાઝોડાથી પતરા ઉડી ને એક કિલોમીટર દૂર કરીને પડ્યા અને બીજા અન્ય પથરાઓ નજીકના મકાનોમાં પડ્યા હતા.એક માજીને માથાના ભાગે ઇજા થતાં હોસ્પિટલમાં

 

સારવાર અપાઇ હતી.પતરા ઉડી જવાના કારણે મકાનની હાલત ચારે બાજુ ખુલ્લી જોવાઈ રહેલી હતી.પરિવારો પતરાને પકડવા માટે દૂર ભાગ્યા હતા મકાન ચારેબાજુથી ખુલ્લું થઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં જ સરકારી તલાટી ઘટના સ્થળે પહોંચીને પંચકેસ કર્યો હતો હાલમાં પરિવાર ખુલ્લા મકાનમાં રહે છે છુટા છવાયા પત રા છુટા છવાયા ખેતરોમાં જોવા મળેલા હતા.

Share This Article