સંતરામપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા 572 વ્યક્તિઓને વેક્સીનેશન કરાયું 

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા 572 વ્યક્તિઓને વેક્સીનેશન કરાયું

સંતરામપુર તા.25

સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાનો સંક્રમણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જ્યારે સંતરામપુર નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા સંખ્યાબંધ લોકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુજરાત સરકારના આદેશ મુજબ સતત રસીકરણ કરવાનું કામગીરી હાથ ધરી છે સંતરામપુરમાં રોજના આશરે ૫૦૦ ઉપરાંત વ્યક્તિઓ રસી મુકવા માટે આવતા હોય છે હવે ધીરે ધીરે સંતરામપુરના નાગરિકોમાં રસી મુકવા માટેની જાગૃતતા જોવા મળેલી છે પોતાની રીતે સવારથી રસી મુકવા માટે આવી પહોંચ્યા હોય છે સંતરામપુર નગરમાં ઘણા સમયથી કોરોના ની સંખ્યા નું પ્રમાણ સતત વધારો થઈ રહ્યો છે રોજિંદા ૭૦ જેટલા કેસો આવતા હોય છે દિવસના ત્રણથી ચાર વ્યક્તિઓના મોત થતા હોય છે જ્યારે બીજી બાજુ સંતરામપુર હોસ્પિટલમાં 80 જેટલા વ્યક્તિઓને કોવિડ હોસ્પિટલ માં સારવાર અપાઇ રહી છે સ્ટેટ હોસ્પિટલના જવાબદાર અધિકારી વણકર સાહેબ આરોગ્ય વિભાગના ગોસાઈ સાહેબ સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં સતત દર્દીઓની સારવાર માટે પૂરતું ધ્યાન આપે રહ્યું છે સંતરામપુર હોસ્પિટલમાં અત્યારે ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે.

Share This Article