સંતરામપુર પાલિકા દ્વારા રહીશોને અપાતા પીવાના પાણીમાં અળસીયો મળી આવતા રહીશોમાં રોષ..

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર પાલિકા દ્વારા રહીશોને અપાતા પીવાના પાણીમાં અળસીયો મળી આવતા રહીશોમાં રોષ..

સંતરામપુરમાં ફિલ્ટર મશીન હોવા છતાં દુર્ગંધ મારતું ડહોળું તેમજ અળસીયા યુક્ત પાણીના કારણે પ્રજાજનો હાલાકી ભોગવવા મજબુર…

સંતરામપુર તા.03

સંતરામપુર નગરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી આપવામાં આવતું હોય છે મોટા સંખ્યામાં ગામના રહીશો નગરપાલિકાનું પાણી સૌથી વધારે પીવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ નગરપાલિકાનું આવતું પાણી પાલિકાની ઘોર બેદરકારીના કારણે ઘણીવાર અમુક ઘટનાઓ બનતી હોય છે.કેટલીક વાર પાલિકાના પાણીમાં ડહોળું પાણી આવતું હોય છે કેટલીક વાર દુર્ગંધ મારતી હોય છે જ્યારે આજે સંતરામપુરમાં રહીશોને આપવામાં આવેલું પીવાનો પાણી જે કોઠારી પરિવારમાં જેના ઘરે આજે સવારે પાલિકા દ્વારા પાણી આપવામાં આવ્યું ત્યારે પાણી ચાલુ કરતાં જ નળમાંથી અળસિયા નીકળી આવેલા હતા જેના કારણે આજે રહીશો ચિંતામાં મુકાયા આળસિયાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા આવી ઘટના બનતા જ પાલિકા ની ગોર બેદરકારી જોવા મળી સૌથી મોટો પ્રશ્ન એ છે કે સંતરામપુર નગરના હજુ પણ કેટલાક વિસ્તારોમાં લીકેજ પાઇપ લીકેજ વાલ અન્ય ખામીના કારણે આવી સમસ્યાઓ ઊભી થતી હોય છે અને વર્ષોથી પાલિકાનો ફિલ્ટર પ્લાન હોવા છતાંય ફિલ્ટર વગરનું પાણી મળતું હોવાનું રહીશોએ અસ્પેક કર્યો હતો. આવી રીતે આવા 80% લોકો ઉપરાંત પાલિકાનું પાણી પીતા હોય છે તો પાલિકાના આવી બેદરકારીને કારણે લોકોના જીવ પણ જોખમમાં ગણી શકાય અને આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે સૌથી મોટી જવાબદારી નગરને સ્વચ્છ રાખવાની શુદ્ધ શુદ્ધિકરણ પાણી આપવાનું અને સુખાકારી માટેની પાલિકાની સૌથી મોટી જવાબદારી બનતી હોય છે પરંતુ સંતરામપુરની પાલિકા અને પાલિકા તંત્ર ઘણા સમયથી બેદરકારી હોવાની સાબિત થવા પામી રહેલું છે.

Share This Article