કલ્પેશ શાહ :-સિંગવડ
સિંગવડથી ગોધરા થઈને પાદરા જવા માટે નવી બસ ચાલુ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ..
સીંગવડ તા.03
સિંગવડ થી ગોધરા થઈ વડોદરા થઈને પાદરા જવા માટે બસ ચાલુ થતા રણધીપુર ના મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે પાદરા થી સવારે 5:30 વાગ્યે વડોદરા થઈને ગોધરા 7:30 વાગ્યે આવી પહોંચે છે ત્યાર પછી મોરવા હડફ થઈને સિંગવડ ગામે 9:00 વાગે આવતી બસ ચાલુ થવાથી ગોધરા તથા વડોદરા જવા માટે નવી બસ ચાલુ થતા મુસાફરોને આ બસનો લાભ મળતો થશે મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આ જ બસ પાછી બપોરે વડોદરાથી બે વાગ્યાના અરસામાં ગોધરા મોરવા થઈને પાછી સિંગવડ( રણધીપુર) ગામે પાંચ વાગ્યે આવીને પાછી ગોધરા થઈને વડોદરા પાદરા માટે આ બસની સુવિધા ઉભી કરાતા સવારમાં તથા બપોરે બે ટાઈમ માટે બસ ચાલુ કરવામાં આવતા મુસાફરોને આ બસની સુવિધા ઉભી થતા અપડાઉન કરવાવાળા મુસાફરોને આ બસનો લાભ મળી રહે મળી રહેશે જ્યારે રંધીપુર તથા આજુબાજુના ગામડા ના મુસાફરોને વડોદરા અને ગોધરા જવા માટે આ બસની સુવિધા ઉભી કરાતા મુસાફરોમાં ખુશી દેખવા મળી રહે છે.