
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં એમજીવીસીએલના 150 કર્મચારીઓની ટીમ દ્વારા પાવર હાઉસ 11 કેવી લાઈનનું મેન્ટેન્સ કાર્ય હાથ ધર્યું..
સંતરામપુર ખુલ્લા વાયરો, લો વોલ્ટેજ તેમજ હાઈ વૉલ્ટેજ ની ફરિયાદો, લુસ કોન્ટેક તેમજ મેન્ટેનન્સના કાર્ય અર્થે આખો દિવસ વીજ પુરવઠો બંધ રહ્યો.
સંતરામપુર તા.31
સંતરામપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 150 કર્મચારી ટીમ પાવર હાઉસ અને 11 કેવીનું મેન્ટેનન્સને કામગીરી હાથ ધરી હતી.
સંતરામપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ પુરવઠો બંધ રાખીને આજે આખો દિવસ નગરના અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લા રહી ગયેલા વાયરો ટ્રાન્સપોર્ટેશન વીજ પોલ લુઝ કોન્ટેક અને ગામમાંથી મળી રહેલી વોલ્ટેજ હોવાના ફરિયાદો તમામ કામગીરી આજે સંતરામપુર ખાનપુર કડાણા અને લુણાવાડા મધ્ય ગુજરાત વીજ કંપનીની તમામ ટીમ ભેગી થઈને આજે સંતરામપુર નગરના દરેક વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી આકસ્મિક બનાવો કે કોઈ ઘટના ના બને તે માટે કાળજીપૂર્વક ધ્યાન રાખીને દરેક વિસ્તારોમાં મેન્ટેનન્સને કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ખાસ કરીને મોટા ટ્રાન્સપોર્ટ ડીપી પર અર્થીંગ અને કરંટ ના ચાલુ રે તે માટે ખાસ અર્થીંગ આપવામાં આવેલા હતા અને ખુલ્લા વાયરોનો કેટલાક વિસ્તારોમાં બદલીને કેબલ વાયરો પણ નાખવામાં આવેલા હતા.જેથી કરીને શોર્ટ સર્કિટ નો ભાઈ ના રહે તેના હેતુથી આજે સવારથી વીજ પુરવઠો બંધ રાખીને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની સંપૂર્ણ ટીમ ભેગી મળીને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી હતી જેમાં લુણાવાડા રોડ કોલેજ રોડ પ્રતાપુરા વિવિધ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવેલી હતી.