ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી રસ્તાની વચ્ચોવચ બગડી…
સંતરામપુર તા.23
આરોગ્ય કેન્દ્ર દ્વારા કુટુંબ કલ્યાણ નું ઓપરેશન માટે મહિલાઓને સંતરામપુર હોસ્પિટલમાં લાવવા માટે આવતી હોય છે.આજે આરોગ્ય વિભાગ દ્વારા માલવણ થી સંતરામપુર કુટુંબ કલ્યાણ નું ઓપરેશન કરવા માટે મહિલાને આ સરકારી વાહનમાં લઈ જવા માટે અને લાવવા માટે આરોગ્ય ની ગાડી મૂકવામાં આવેલી હતી પરંતુ ગોધરા ભાગોળ વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ બગડી જતા મહિલાને મુશ્કેલી પડી બીજી ગાડીની વ્યવસ્થા કરીને તેના વતનમાં પહોંચાડવામાં આવી કલાકો સુધી આ ગાડી રસ્તો પડી જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા જ્યારે બીજી બાજુ સંતરામપુર તાલુકામાં 12 પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 85 સબ સેન્ટર હોવા છતાંય આરોગ્યની ગાડીના વ્યવસ્થાનો અભાવ જોવા મળતી હોય છે કેટલીક ગાડીઓ જૂની હોવાના કારણે ઉપયોગ કરી શકાતો નથી ત્યારે બીજી બાજુ કેટલીકને ડીઝલ લખાવવા માટેનો કે મરામત કરવા માટેના ઘણા મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે આરોગ્ય વિભાગના અત્યારે પણ દર્દીઓને લાવવા માટે ભારે હલકી ભોગવવી પડતી હોય છે જ્યારે બીજી બાજુ એમ એસ ડબલ્યુ અને સ્ટાફને પણ ફિલ્ડવર્કમાં જવા માટે પોતાના વાહનનો ઉપયોગ કરવો પડતો હોય છે જેથી કરીને સ્ટાફ વર્ગની પણ વાહનો વગર મુશ્કેલી વેઠી રહેલા છે આવી પરિસ્થિતિ કડાણા અને સંતરામપુર તાલુકાની પરિસ્થિતિ જોવા મળી રહી છે.