Monday, 14/07/2025
Dark Mode

સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોમાં કુદરતી સંસાધનોના સથવારે આદિવાસી કુટુંબોને રોજબરોજની બળતણની જરૂરિયાતો અને ટીમરૂ પાન વગેરેથી પગભર બન્યા…

December 18, 2022
        701
સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોમાં કુદરતી સંસાધનોના સથવારે આદિવાસી કુટુંબોને રોજબરોજની બળતણની જરૂરિયાતો અને ટીમરૂ પાન વગેરેથી પગભર બન્યા…

સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોમાં કુદરતી સંસાધનોના સથવારે આદિવાસી કુટુંબોને રોજબરોજની બળતણની જરૂરિયાતો અને ટીમરૂ પાન વગેરેથી પગભર બન્યા…

સંતરામપુર તા.17

સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોમાં કુદરતી સંસાધનોના સથવારે આદિવાસી કુટુંબોને રોજબરોજની બળતણની જરૂરિયાતો અને ટીમરૂ પાન વગેરેથી પગભર બન્યા...

સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોમાં પુષ્કળ પ્રમાણમાં કુદરતી સંસાધનો ઉપલબ્ધ છે. આ કુદરતી સંસાધનોનો ઉપયોગ સમજપૂર્વક અને આયોજન બદ્ધ રીતે ઉપયોગ કરવાથી સ્થાનિકોની આજીવિકા ટકાઉ અને ઉપજાઉ બનાવી શકાય છે. જંગલો માનવ જીવનમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. તેના ઘણા પર્યાવરણીય ફાયદા તો છે જ પણ ખેતીવાડી અને પશુપાલન માટે ઘણું મહત્વનો ભૂમિકા ભજવે છે. જંગલ ધરાવતા વિસ્તારોમાં પાણી સંગ્રહ ક્ષમતા અને જમીનમાં ફળદ્રુપતા નું પ્રમાણ ઘણું સારું જોવા મળે છે. વળી જંગલોમાંથી મળતી આડ પેદાશો આદિવાસી કુટુંબોને રોજબરોજની બળતણની જરૂરિયાતો અને ટીમરૂ પાન વગેરેથી કરોડોની આવક મેળવી આપે છે.

સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોમાં કુદરતી સંસાધનોના સથવારે આદિવાસી કુટુંબોને રોજબરોજની બળતણની જરૂરિયાતો અને ટીમરૂ પાન વગેરેથી પગભર બન્યા...

 સંતરામપુર તાલુકાના ખેડૂતોએ હવે ગામ સ્તરની સમિતિઓની રચના દ્વારા પોતાની ખેતીવાડી અને પશુપાલનમાં સુધારેલી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી એટલે કે એફ. ઈ.એસ. સંસ્થા આવી ગ્રામ સ્તરની સંસ્થાઓનું ક્ષમતાવર્ધન કરીને તેઓને નવીન માહિતી આપીને સામૂહિક પગલાઓ દ્વારા આર્થિક સક્ષમતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી રહી છે. આ ગામોના ખેડૂતો લોક ભાગીદારી અભિગમથી કુવા ઊંડા કરીને પિયત ક્ષમતા વધારવાના, ગેબીયન (પથ્થરના આડ બંધ )અને માટીપાળા બનાવીને જમીન ધોવાણ અટકાવવા, તારની વાડ બનાવીને જંગલી પ્રાણીઓના દ્વારા થતું નુકશાન અટકાવવા અને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગ ટાળીને કુદરતી અને જૈવિક ખાતરો દ્વારા ખેતીની અને જંગલોની જમીનનો બગાડ થતો અટકાવી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતો નવીન ખેતી પદ્ધતિઓ અને શાકભાજી ઉગાડીને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.

ચાલો આપણે જોઈએ સફળ ગાથાઓ:-

સફળ ગાથા (૧) સંતરામપુર તાલુકાના આંજણવા ગ્રામ પંચાયતના આંજણવા ગામમાં કોટવાલ ફળિયામાં ૧૦ ઘરો વસવાટ કરે છે. આ ફળિયામાં કુવા ઊંડા કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુવા ઊંડા કરવાની પ્રવૃત્તિ કરતાં પહેલાં કૂવાનું પાણી સ્તર જમીન પરથી મહત્તમ ૫ ફૂટ જેટલું રહેતું હતું. જે કૂવાથી કોટવાલ ફળિયાના ૧૦ ઘરોના લોકોને ઉનાળું સિઝનમાં પીવા માટે પાણી, પશુધનને પીવા માટે અને ઘરના કામકાજની જરૂરિયાતો પૂરી કરવામાં પૂરતું ન હતું. ત્યારબાદ આંજણવા ગામની ગ્રામ્ય સંસ્થા ગ્રામ વિકાસ મંડળ આંજણવા દ્વારા આ ફળિયામાં કુવા ઊંડા કરવાની પ્રવૃત્તિ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો. જેમાં આ કામગીરીમાં કોટવાલ ફળિયાના ૧૦ ઘરો દ્વારા શ્રમદાન કરી સહિયારી કામગીરી કરી કૂવાની ૨૦ ફૂટ નવી ઊંડાઈ કરવાની કામગીરી કરવામાં આવી જેમાં તેઓને તેમની મહેનત રંગ લાવી તેવું થઈ ગયું. કામગીરી પૂર્ણ થયા બાદ આ કૂવામાં પાણીનું સ્તર જમીન લેવલથી 25 ફૂટ સુધી થઈ ગયું. જેમાં કોટવાલ ફળિયાના ખેડૂત દ્વારા પોતાની કૂવાની આસપાસની જમીનમાં શાકભાજીની ખેતી કરવા માટે આયોજન કર્યું. જેમાં કોટવાલ ફળિયાના ૧૦ – ખેડૂતો દ્વારા આ ચોમાસું સિઝનમાં કુલ ૫ એકર જમીનમાં કૂવાના પાણી પિયત દ્વારા મકાઈ, ડાંગર, મરચાં અને ભીંડાની સુધારેલી જાત, સુધારેલી પદ્દ્તિ દ્વારા ખેતી કરવામાં આવી. અને તેમાં આ ખેડૂતોને સારી આવક થઈ છે. તેમજ તેમના પશુધન માટે પીવાના પાણી, ઘર વપરાશ માટે સારી એવી સગવડ ઊભી થઈ છે.

સફળ ગાથા (૨) સંતરામપુર તાલુકાના પાંદેડી અડોર ગામમાં ગ્રામ્ય સંસ્થા કામગીરી કરે છે. પાંદેડી અડોર ગામમાં બીડ ફળિયામાં ૩૫ ઘરો વસવાટ કરે છે આ ફળિયામાં કુવા ઊંડા કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુવા ઊંડા કરવાની પ્રવૃત્તિ કરતાં પહેલાં કૂવાનું પાણી સ્તર જમીન પરથી મહત્તમ ૫ ફૂટ જેટલું રહેતું હતું. જે કૂવાથી બીડ ફળિયામાં ૭ ઘરોના લોકોને ઉનાળું સિઝનમાં પશુધનને પીવા માટે અને ઘરના કામકાજની જરૂરિયાતો પૂરી કરવામાં પૂરતું ન હતું. ત્યારબાદ પાંદેડી અડોર ગામની ગ્રામ્ય સંસ્થા ગુરુ ગોવિંદ વિકાસ મંડળી પાંદેડી અડોર દ્વારા આ ફળિયામાં કુવા ઊંડા કરવાની પ્રવૃત્તિ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો. જેમાં આ કામગીરીમાં બીડ ફળિયાના ૭ ઘરો દ્વારા શ્રમદાન કરી સહિયારી કામગીરી કરી કૂવાની ૨૦ ફૂટ નવી ઊંડાઈ કરવાની કામગીરી કરવામાં આવી જેમાં તેઓને તેમની મહેનત રંગ લાવી તેવું થઈ ગયું. કામગીરી પૂર્ણ થયા બાદ આ કૂવામાં પાણીનું સ્તર જમીન લેવલથી ૧૦ ફૂટ સુધી થઈ ગયું. જેમાં બીડ ફળિયાના ખેડૂતો દ્વારા પોતાની કૂવાની આસપાસની જમીનમાં શાકભાજીની ખેતી કરવા માટે આયોજન કર્યું. જેમાં બીડ ફળિયાના ૭ – ખેડૂતો દ્વારા આ ચોમાસું સિઝનમાં કુલ ૮ એકર જમીનમાં કૂવાના પાણી પિયત દ્વારા મરચાં, રીંગણ, ટામેટાં, લસણ, ફ્લાવર, કોબીજ, ઘઉં, ચણા અને ભીંડાની સુધારેલી જાત, સુધારેલી પદ્દ્તિ દ્વારા ખેતી કરવામાં આવી. અને તેમાં આ ખેડૂતોને શાકભાજી પાકથી દરરોજની ખેડૂતદીઠ દિવસની રૂપિયા ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીની આવક મેળવે છે, તેમજ આવનાર સમયમાં સારી આવક થઈ શકે તેવા સપના સાથે દરરોજ શાકભાજી વેચાણ માટે સંતરામપુર બજારમાં વેચાણ કરી રહ્યા છે. સાથે કૂવાના પાણીના સ્તર વધવાથી પશુધન અને ખેતીમાં સારી એવી સગવડ ઊભી થઈ છે.સંતરામપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોમાં પુષ્કળ પ્રમાણમાં કુદરતી સંસાધનો ઉપલબ્ધ છે. આ કુદરતી સંસાધનોનો ઉપયોગ સમજપૂર્વક અને આયોજન બદ્ધ રીતે ઉપયોગ કરવાથી સ્થાનિકોની આજીવિકા ટકાઉ અને ઉપજાઉ બનાવી શકાય છે. જંગલો માનવ જીવનમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. તેના ઘણા પર્યાવરણીય ફાયદા તો છે જ પણ ખેતીવાડી અને પશુપાલન માટે ઘણું મહત્વનો ભૂમિકા ભજવે છે. જંગલ ધરાવતા વિસ્તારોમાં પાણી સંગ્રહ ક્ષમતા અને જમીનમાં ફળદ્રુપતા નું પ્રમાણ ઘણું સારું જોવા મળે છે. વળી જંગલોમાંથી મળતી આડ પેદાશો આદિવાસી કુટુંબોને રોજબરોજની બળતણ ની જરૂરિયાતો અને ટીમરૂ પાન વગેરેથી કરોડોની આવક મેળવી આપે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!