ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરમાં કામદારોની મનમાની:સફાઈ કર્યા બાદ કચરો કચરા પેટીમાં ડમ્પ કરવાની જગ્યાએ જાહેરમાં બાળી દેતા સફાઈ કર્મીઓ…
સંતરામપુર તા.17
સંતરામપુર નગરના લુણાવાડા રોડ સવારે વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવતા હોય છે. સફાઈ કર્યા પછી નિયમ મુજબ જાહેરમાં કચરો સળગાવવામાં આવતો નથી.તેમ છતાં નિયમમાં વિરુદ્ધ જઈને સફાઈ કામદાર પોતાની મનમાની ચલાવીને સ્થાનિક રહીશોના ઘર આંગણે કચરો ભેગો કરીને સળગાવતા હોય છે. સવારે વહેલી પરોઢમાં છ વાગે સફાઈ કામદાર આજુબાજુથી ઘરના આંગણે પાસેથી કચરો ભેગો કરીને લઈ જવાના બદલે કોઈ પણ જાતની વાત સંભળા વગર પોતાની મનમાની ચલાવીને પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓનો કચરો સળગાવીને ધુમાડો ફેલાવતા હોય છે જેના કારણે આજુબાજુના રહેતા રહીશોને મુશ્કેલી ઉઠાવવી પડતી હોય છે પ્લાસ્ટિક સળગાવવાથી પ્રદુષણ ફેલાતું હોય છે અને આરોગ્ય માટે હનીકારક હોય છે તેમ છતાં સફાઈ કામદાર કોઈની વાત સાંભળતી નથી સવારે લોકોનો ઉઠતા પહેલા કચરો ભેગો કરીને સળગાવીને જતી રહે છે અને નિયમ મુજબ વિસ્તાર વાઈઝ કચરો ભેગો કરી ને અહીંયા થી લઈ જવાના હોય છે પરંતુ જાહેરમાં આવી રીતે અલગ અલગ વિસ્તારોમાં કચરો સળગાવી દેવામાં આવે છે નગરપાલિકા દ્વારા હાલમાં ગુજરાત સરકારના ગ્રાન્ડ માંથી આશરે 25 લાખ રૂપિયા ખર્ચીને નવા કન્ટેનરો અને રેકડીઓ દરેક સફાઈ કામદારોની આપવામાં આવેલી છે તેમ છતાં તેનો ઉપયોગ કરવાના બદલે જાહેરમાં પ્લાસ્ટિકનો કચરો સળગાવતા હોય છે આ બાબતની સ્થાનિક રહીશો પણ વારંવાર રજૂઆત કરી શકાય સાંભળવામાં આવતું જ નથી આ પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી થઈ રહેલી છે પરંતુ નગરપાલિકા તરફથી સફાઈ કામદાર પર કોઈ સૂચના કે કાર્યવાહી કરવામાં આવતી જ નથી જાહેરમાં કચરો સળગાવીને આરોગ્ય માટે ગંભીર પ્રશ્નો ઉભો થયેલો છે સફાઈ કામદારને કચરો ના લઈ જવું પડે તે માટે બબ્બે ઘરો છોડીને દરેક જગ્યાએ કચરો સળગાવી મૂકે છે.