ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુરના કોલેજ રોડ વિસ્તારમાં 15 જેટલા મકાનો વીજ પુરવઠો રોજના રોજ ખોરવાતા અનેક રહીશો મુશ્કેલીમાં મુકાયા..
સંતરામપુર તા.23
સંતરામપુર કોલેજ રોડ વિસ્તારમાં એલઆઇસી ઓફિસની સામેની લાઈનમાં છેલ્લા એક મહિનાથી રાત્રિના સમયે ત્રણ થી ચાર કલાક સુધી રોજિંદા વીજ પુરવઠો ખોરવાતા અને વીજળી ડુલ થતાં અંધારપટ છવાયો હતો સ્થાનિક રહીશો પરિવાર સાથે કલાકો સુધી રોડ ઉપર ઘરની બહાર આવીને સમય પસાર કરવો પડતો હોય છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ વારંવાર મધ્ય ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત અને ફરિયાદ કરવા છતાં માત્ર એક જ જવાબ આપે છે આ વિસ્તારનો ફોલ્ટ મળતો નથી અમે ફોર્ડ શોધી રહ્યા છીએ સ્થાનિક રહીશોમાં અંધાર પટ mgvcl ના કર્મચારીઓ પણ ફરિયાદને ધ્યાન નથી આપતા તેમનામાં પણ અંધારપટ જોવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ કોલેજ રોડ વિસ્તારમાં દિન પ્રતિદિન સ્થાનિક રહીશોની અને મકાનોની સંખ્યા વધવાના કારણે એક જ ટ્રાન્સપોર્ટ ડીપી ઉપરથી જોડાણ કનેક્શન આપવાના કારણે લોડિંગ વધવાના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોય છે આ વિસ્તારમાં સ્થાનિક રહીશોની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે પરંતુ સમસ્યાનો નિકાલ આવતો નથી સ્થાનિક રહીશ નરેન્દ્રભાઈ પ્રજાપતિ વારંવાર લેખિત અને મૌખિકમાં એમજીવીસીએલ માં રજૂઆત કરવા છતાં ફરિયાદને ધ્યાનમાં આપવામાં આવતું નથી રોજના બે થી ત્રણ કલાક વીજ પુરવઠો ખોરવાતા ઘરની બહાર સમય વિતાવો પડતો હોય છે