ઇલ્યાસ શેખ :-સંતરામપુર/ બાબુ સોલંકી સુખસર
સંતરામપુર તાલુકાના મોટાસરણૈયામાં નવીન પુલની કામગીરીથી ફતેપુરા તાલુકાના બલૈયા પંથકની પ્રજામાં ખુશીની લહેર.
બલૈયા પંથકની પ્રજાને સંતરામપુર જવા માટે 10 કિલોમીટરના અંતરનો ફાયદો.
દાહોદ જિલ્લાની સરહદથી મહિસાગર જિલ્લાને જોડતો નવીન પુલ ૪.૫૦ કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે.
ગુજરાત રાજ્યમાં નવીન રસ્તાઓ તેમજ નવીન પુલોની કામગીરી કરવામાં ભાજપનું શાસન અગ્રેસર રહ્યું હોવાનું જોવા અને જાણવા મળે છે.ગુજરાતના રસ્તાઓ અન્ય રાજ્યોની સરખામણીએ સારા કહી શકાય તેવા પણ છે.તેમજ આઝાદીના દાયકાઓ સુધી જે રસ્તા તથા પુલોની કામગીરી થઇ ન હતી તે કામગીરી હાલમાં થઈ રહી છે.તેમાં હાલ એક પુલ બલૈયા પંથકની પ્રજા માટે 4.50 કરોડના ખર્ચે હાલમાં થઈ રહી છે. જેના લીધે પ્રજાની મુશ્કેલીઓમાં થોડા અંશે રાહત થશેની ખુશીમાં હાલ દાયકાઓથી ફતેપુરા તાલુકાના પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો મહિસાગર જિલ્લા તરફ જવા ટૂંકા રસ્તાની રાહ જોઈ રહ્યા હતા તેવા મોટાસરણાયાથી નવીનપુલની કામગીરી શરૂ કરાતા ફતેપુરા તાલુકાના બલૈયા પંથકની પ્રજામાં ખુશીની લહેર જોવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા પંથકના ગામડાના લોકોને સંતરામપુર તરફ જવા માટે આશરે 24 કિલો મીટર જેટલું અંતર કાપવું પડતું હતું.જેમાં સમય અને નાણાનો વ્યય થતો હતો. બલૈયા પંથકના બાવાની હાથોડ, બારિયાની હાથોડ,કંકાસીયા,નાની- મોટી નાદુકણ,નીંદકા પૂર્વ,સલિયાટા, તથા આસપાસના અનેક ગામડાઓના મુસાફર લોકોને સંતરામપુર તરફ જવા માટે બલૈયા થઈ બલૈયા ક્રોસિંગથી સંતરામપુર તરફ જવા માટે એક માત્ર ઉપાય હતો.જ્યારે નાનાસરણાયા તથા મોટા સરણૈયાના લોકોને સંતરામપુર તરફ જવા માટે બટકવાડા થઈ બાબરોલથી સંતરામપુર તરફ અવર-જવર કરવી પડતી હતી.પરંતુ હાલમાં મોટાસરણૈયા ખાતે નવીન પુલની કામગીરી હાથ ધરાતા ઉપરોક્ત ગામડાના લોકોને 24 કિલોમીટરના અંતરની જગ્યાએ માત્ર 12 કિલોમીટર માં સંતરામપુર જવા માટે પુલના કારણે શોર્ટ કટ રસ્તો મળતા ઉપરોક્ત ગામડાના લોકોમાં ખુશીની લહેર જોવા મળે છે.
અહીંયા નોંધનીય છે કે, મોટાસરણૈયામાં બની રહેલ પુલની કામગીરી 4.50 કરોડના ખર્ચે થઈ રહી છે.તેમજ આ પુલની લંબાઈ 135 મીટર તથા 8 મીટર પહોળાઈ હોવાનું જાણવા મળે છે.આ પુલ ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે તેમ પણ જણાય છે. અને ત્યારબાદ ઉપરોક્ત ગામડાના લોકોને સંતરામપુર તરફ જવા માટે કાયમી સગવડ મળતા નાણાં અને સમયનો વ્યય થતો બચી શકશેની ખુશી ઉપરોક્ત ગામડાના લોકોમાં જોવા મળી રહી છે.
માસુમભાઈ રહીમભાઈ મદારી, (મોટા સરણૈયા,સ્થાનિક)
અમો આજ દિન સુધી સંતરામપુર જવા માટે બલૈયાથી બલૈયા ક્રોસિંગ થઈ 24 કિલોમીટરનું અંતર કાપી સંતરામપુર અવર-જવર કરતા હતા. જેથી અમારે સમય અને નાણાંનો વ્યય થતો હતો.પરંતુ હાલમાં અમારા મોટા સરવૈયા ખાતે પુલની બાંધકામ થતાં ફતેપુરા તાલુકાના ગામડાઓથી મહિસાગર જિલ્લાને જોડતો નવીન પુલ બનાવવામાં આવી રહ્યો છે.જેના લીધે ફતેપુરા તાલુકાના બલૈયા પંથકના ગામડાઓ તથા અમારે સંતરામપુર જવા માટે માત્ર 12 કિલોમીટરના અંતરમાં પહોંચી શકીશુ. અમોને નવીન પુલની સુવિધા મળી છે,અમો ખુશ છીએ.