ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના સીમલીયા ગામેં મને પ્રાણી દીપડો તારની ફેન્સીંગ માં ફસાયો: વનવિભાગે રેસ્કયુ કરી દિપડાને બહાર કાઢ્યો
સંતરામપુર તાલુકાના સીમલવાડા ગામે ખેતરના ફેન્સીંગના તારમાં દીપડો ફસાયો.
લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
વન વિભાગ દ્વારા દિલ ધડક ઓપરેશન કરી દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો.
દીપડાની હાલત હાલ સ્થિર યોગ્ય સારવાર આપ્યા બાદ તેને છોડી મૂકવામાં આવશે.
તા-૦૮/૦૮/૨૦૨૨ ના રોજ સંતરામપુર પૂર્વ રેજમા આવેલ સીમલીયા ગામ ખાતે રસ્તા ઉપર થી પસાર થઇ જંગલ વિસ્તારમાં જતાં દિપડો (માદા)બાર્બર તાર ફેન્સીગમા ફસાતા જાગૃત નાગરિક ધ્વારા વન વિભાગ ને સવારના ૮:૦૦ કલાક ના સમયે જાણ કરવામાં આવેલ જે ઘટના બાબતે તુરંત જ સંતરામપુર પશ્ચિમ રેન્જ તથા સંતરામપુર પૂર્વ રેજના સ્ટાફ તેમજ સ્થાનિક એન.જી.યો.સ્થળ ઉપર પહોંચી ના.વ.સ.શ્રી મહીસાગર ના માર્ગદર્શન હેઠળ સ્થળ ઉપસ્થિત શ્રી એન.જે.કટારા-ACF, એ.એમ.બારીયા-RFO,આઈ.એમ.તાવિયાડ- RFO ની હાજરી માં વનવિભાગ ના સ્થાનિક સ્ટાફ તથા એન.જી.યો સાથે રહી વન્ય પ્રાણી દિપડા ને તાર ફેન્સીગ માથી મુક્ત કરી સહીસલામત રીતે પાંજરે કેદ કરી પશુચિકિત્સા કરાવેલ,આમ કોઈ પણ ઈસમ કે વન્ય પ્રાણી ને ઈજા વગર સફળતા પૂર્વક આ રેસ્કયુ ૧૧-૩૦ કલાકે પારપત કરવામાં આવેલ હતું.