કલ્પેશ શાહ, સિંગવડ
સીંગવડ તાલુકાના હાંડી ગામે ઉછીના નાણાંની લેવડદેવડ મામલે એક મહિલા સહિત ત્રણ ઈસમોએ એક મહિલાને લાકડીઓ વડે માર માર્યો..
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામે ઉછીના નાણાંની લેવડ દેવડ મામલે એક મહિલા સહિત ત્રણ જણાએ એક મહિલાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
ગત તા.૦૭મી ઓગષ્ટના રોજ સીંગવડ તાલુકાના હાંડી ગામે રહેતાં મોહનભાઈ મંગળાભાઈ ભેદી, સવિતાબેન મોહનભાઈ ભેદી અને કાળુભાઈ મોહનભાઈ ભેદીએ ગામમાં રહેતાં કવિતાબેન જશવંતભાઈ ડામોરના ઘરે આવી બેફામ ગાળો બોલી ઉછીના નાણાંની લેવડ દેવડ મામલે ઝઘડો તકરાર કરી કવિતાબેનને લાકડી વડે તેમજ લાપટો ઝાપટો મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કવિતાબેન જશવંતભાઈ ડામોરે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.