કડાણા અને સંતરામપુર તાલુકાના 35 ગામોના આગેવાનોની મીટીંગ મળી

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ, સંતરામપુર

 

કડાણા અને સંતરામપુર તાલુકાના 35 ગામોના આગેવાનોની મીટીંગ મળી

 

સંતરામપુર તાલુકાના આદિવાસી ગામોમાં ખેતીવાડી, પશુપાલન આરોગ્ય શિક્ષણ અને જંગલ સુરક્ષા માટે ના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા માટે 35 જેટલા ગામોમાંથી આગેવાનોની માનગઢ ખાતે મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં આદિવાસી વિસ્તારને લગતા પ્રશ્નો કયા કયા છે તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ વિસ્તારના જંગલો અને અન્ય કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરીને આજીવિકામાં કાયમી સુધારો લઈ આવવા અને તેને ટકાઉ બનાવવા માટે વિવિધ પ્રયત્નો કરવાની જરૂર છે જેમાં તળાવોનું સમારકામ, નવા તળાવો બનાવવા, જંગલોમાં વૃક્ષારોપણ કરવુ, નદી તળાવમાં જળ અને જમીન સરક્ષણ ના કામો કરીને ભૂગર્ભ જળને ઊંચું લાવી શકાય તે માટેના સરકારના વિવિધ વિભાગો, ગ્રામ પંચાયતો અને આગેવાનોના ટેકાથી આ કામગીરી કરી શકાય છે તેવી ચર્ચા કરવામાં આવી છે કે FES સંસ્થા દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આદિવાસી ગામોમાં તેમનું જીવન સ્તર ઉચું આવે તે માટે સામૂહિક પ્રયત્નો કરવા માટે તેઓનું ક્ષમતા વર્ધન કરવામાં આવે છે. માનગઢ ખાતે યોજાયેલી આ મીટીંગમાં દરેક ગામ પોતાના ગામનું આગામી પાંચ વર્ષનું આયોજન કરે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ મીટીંગમાં જીપીડીપી નરેગા અને લંપી વાયરસ સામે અટકાયતી પગલા માટે ચર્ચા કરવામાં આવી હતી. માનનીય કલેક્ટર શ્રી મહીસાગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વાયરસ બાબતનો વિડિયો વિશે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

Share This Article