
સંજેલી કન્યા વિદ્યાલય ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હિતેશ ચારેલ દ્વારા આરોગ્યલક્ષી બાબતો વિશે સમજ આપી..
વિધાર્થીઓને તમાકુથી નુકસાન વિશે સમજ આપવામાં આવી
વીજેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી સન્માનિત કરાયા.
સંજેલી તા.05
સંજેલી કન્યા વિદ્યાલય ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત શાળાના બાળકોને વ્યસનમુક્તિ,માનસિક સ્વાસ્થ્ય, એનિમિયા,વિષે સમજણ આપી આપવામાં આવી હતી,
આરોગ્ય વિભાગ દ્વારા શાળાના બાળકોને ટોબેકોથી અને વ્યસનથી થતા નુકશાન વિશે માહિતી આપી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા માનસિક સ્વાસ્થ્ય અને એનિમિયા વિશે પણ શાળાના બાળકોને સમજણ આપવામાં આવી, આરોગ્ય લક્ષી વિવિધ બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,શિક્ષકો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ જોડાયા હતા.