
સંજેલીમાં બે આંખલાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ ખેલાતા અવર-જવર બંધ,વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા.
સંજેલીમા આખલા વચ્ચે યુદ્ધ થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં નાસભાગ મચી.
સંજેલી તા.05
રાજ્યભરમાં રખડતા પશુઓને લઈ નાના મોટા અકસ્માતના ભોગ બનતા હોય છે.અનેક વાહન ચાલકો સહિત પોતાનો જીવ ગુમાવ્યું છે. ત્યારે સંજેલી સંતરામપુર રોડ પર બે આખલાએ સામ સામે આવી જતા અવરજવર બંધ થઈ જતા રાહદારીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા. બંને આંખલાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ ખેલાતા અવરજવર કરતા રાહદારી તેમજ વાહન ચાલકો દ્વારા રોડ પરથી પસાર કરવું ભારે મુશ્કેલ પડ્યું હતું. સંજેલી નગરમાં માથાનો દુખાવો બનેલ રખડતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. અગાઉ પંચાયત તંત્ર દ્વારા ઢોરોનું નિરાકરણ માટે સંજેલી નગરમાં ભૂંગળું ફુકાયું હતું ઢોરો ને છુટા મુકનાર ઢોર માલિક ને સામે દંડની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આ મામલા પર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવ્યું હોય તેવું નજર પડી રહ્યું છે. તેમજ રોડની સાઈડમાં રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે.આખલાની લડાઈ વચ્ચે ચક્કા જામ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. તેમજ રોડની સાઈડમાં પાર્ક કરેલા વાહનો કચ્ચરઘાણ કરે છે. રખડતા ઢોરોને કારણે ખેડૂતોના ખેતરમાં મકાઈ ઘવ જેવા પાકનો મોટાપાયે નુકસાન કરતા જોવા મળી રહ્યા છે. પંચાયત તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડી તેને યોગ્ય જગ્યાએ રાખવા માટેની સુવિધા ઉભી કરવામાં આવે અને રખડતા ઢોરોને રખડતા મુકનાર ઢોરો માલિક સામે દંડની કાર્યવાહી કરવામાં આવે તેવી સંજેલી નગર ખેડૂતોની લાગણી અને માંગણી છે સંજેલી પંચાયત તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે તે હવે જોવું રહ્યું..