Friday, 29/03/2024
Dark Mode

સંજેલી તાલુકાના ઇટાડી ગામે લગ્નનું સામાન લઈને જતા પરિવારને નડ્યો અકસ્માત: ત્રણ મહિલા સહિત 9 લોકો ઇજાગ્રસ્ત

May 7, 2022
        1315
સંજેલી તાલુકાના ઇટાડી ગામે લગ્નનું સામાન લઈને જતા પરિવારને નડ્યો અકસ્માત: ત્રણ મહિલા સહિત 9 લોકો ઇજાગ્રસ્ત

કપિલ સાધુ :- સંજેલી

સંજેલી તાલુકાના મોલી ગામેથી લગ્નનું સામાન લઈ જતા છકડા અને કાર વચ્ચે ઇટાડી ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત: ત્રણ મહિલા સહિત 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…

લગ્નનું સામાન લઈ અને જતા પિતા સહિત પરિવારને નડ્યો અકસ્માત:હાલ લગ્ન પ્રસંગ ના કામમાં જોતરાયેલા પરિવાર અકસ્માત થતા લગ્ન ના શુભ પ્રસંગ માં ઉભો થયો વિઘ્ન..

 ઈજાગ્રસ્ત ઇસમોને ૧૦૮ મારફતે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા

સંજેલી તા.08

પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી તાલુકાના ઇટાડી ગાડામાં આજરોજ તારીખ ૭ મે ના રોજ રાત્રી ના સમયે છકડામાં પોતાના દીકરાના લગ્નનું સામાન ભરી અને જતા રામસીંગ ભાઈ બીજિયભાઈ ગરાસિયા જે પોતે સંજેલી ખાતેથી લગ્નનું સામાન અને લઈ અને પોતાના ગામે મોલી તરફ જઈ રહ્યા હતા . તેમજ અન્ય લોકો પણ સવાર હતા . ત્યારે રસ્તામાં ઈટાડી ના ઘાટા માં ઝાલોદ રોડ તરફ થી સંજેલી

તરફ આવતી કાર આ છકડા સાથે કંઈક કારણોસર છકડા સાથે ગંભીર અકસ્માત સર્જાતા છકડામાં બેઠેલા લોકો ને અડફેટે લીધા હતા જેમાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.જેમાં મહિલાઓ અને બેઠેલા પુરુષોને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી ત્યારે તાત્કાલિક ધોરણે 108ને જાણ કરવામાં આવી હતી જેમાં બે 108

 

એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ ઇજા પામેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે ઘટના સ્થળે પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ વાહનો પણ થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો બનાવને લઇને સંજેલી પોલીસને જાણ થતા તાત્કાલિક ધોરણે સંજેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી . તેમજ રસ્તા ઉપરના ટ્રાફિક જામને ખુલ્લો કરવામાં આવ્યો હતો તેમજ અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. હાલ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર પર નવ જેટલા મહિલા સહિત અન્ય લોકોને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી તેમજ ફેક્ચર પણ થયા હતા જેમની તાત્કાલિક ધોરણે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર સહિત સ્ટાફ દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી . .

……………….………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!