Friday, 29/03/2024
Dark Mode

સંજેલી તાલુકાના ઢાળ સીમળ ગામેથી દાહોદ એલસીબીએ દારૂ ભરેલી ટ્રક સાથે બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા…

September 8, 2021
        2844
સંજેલી તાલુકાના ઢાળ સીમળ ગામેથી દાહોદ એલસીબીએ દારૂ ભરેલી ટ્રક સાથે બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા…

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

સંજેલી તાલુકાના ઢાળ સીમળ ગામેથી દાહોદ એલસીબીએ દારૂ ભરેલી ટ્રક સાથે બે ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા.

દાહોદ એલસીબી પોલીસે દોઢ લાખ ઉપરાંતના વિદેશી દારુ તેમજ મોબાઈલ ફોન, તેમજ ટ્રક ની કિંમત મળી કુલ સવા પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામેથી એલ.સી.બી. પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૧૫૦૦ કિંમત રૂા.૧,૬૬,૩૮૦ના પ્રોહી જથ્થા સાથે ચાલક સહિત બે જણાની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન તેમજ ટ્રકની કિંમત મળી કુલ રૂા.૫,૨૦,૧૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જ્યારે અન્ય વધુ બે ઈસમો મળી કુલ ચાર જણા વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 ગત તા.૦૬ સપ્ટેમ્બરના રોજ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઢાળસીમલ ગામે વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાંની સાથે ટ્રકને ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક વિજયકુમાર ભાયજીભાઈ સોલંકી (રહે. ગોધરા, જિ.પંચમહાલ) અને ટ્રકમાં સવાર સુનીલભાઈ પાંગળાભાઈ મડોડીયા (રહે. ગોધરા, જિ. પંચમહાલ) બંન્નેની પોલીસે અટકાયત કરી હતી. ટ્રકની તલાસી લેતાં ટ્રકમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૧૫૦૦ કિંમત રૂા.૧,૬૩,૩૮૦ નો પ્રોહી જથ્થો કબજે લઈ ઉપરોક્ત બંન્ને જણાની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન તેમજ ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂા.૫,૨૦,૧૬૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, મોનાડુંગર દારૂના ઠેકાના માલિક અને રમેશભાઈ ધુળાભાઈ કટારા (રહેય ડોક્ટરના મુવાડા, તા.ગોધરા, જિ. પંચમહાલ) નાઓની વિરૂધ્ધ પણ સંજેલી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!