
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તાલુકાના દેલસરમાં એક યુવકે છતના લાકડાની વળી ઉપર દોરડા વડે ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું..
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના દેલસર ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવકે પોતાના ઘરે છતની લાકડાની વળી ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, મૃતકની નજીકથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં પોતે જીવનથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ કર્યાેં છે. પોલીસે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની તજવીજ હાથ ધરી છે.
ગતરોજ રાત્રીના સમયે દાહોદ તાલુકાના દેલસર ગામે શીવ શક્તિ સોસાયટીમાં રહેતાં નીલેશભાઈ સોલંકી નામક યુવકે પોતાના ઘરમાં છતની વળી ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક નીલેશભાઈના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. મૃતકની નજીકના ઘરમાંથી તેની નજીકથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં પોતે જીવનથી કંટાળી આત્મહત્યા કરી લેવાનો નિર્ણય કર્યાેં હોવાનું ઉલ્લેખ કર્યું હતું.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે સી.આર.પી.સી. કલમ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————